Wednesday, March 22, 2023
Home Ajab Gajab જમીનથી 100 ફીટ નીચે છે આ ગામ, સુવિધાઓનો ભંડાર ઉડાડી દેશે હોંશ..

જમીનથી 100 ફીટ નીચે છે આ ગામ, સુવિધાઓનો ભંડાર ઉડાડી દેશે હોંશ..

જમીનથી 100 ફીટ નીચે છે આ ગામ, સુવિધાઓનો ભંડાર ઉડાડી દેશે હોંશ..

આજે જ્યાં આખી દુનિયા મંગળ પર જીવન શોધવામાં લાગેલી છે ત્યારે દુનિયામાં એક એવું પણ ગામ છે જ્યાં લોકો જમીનની નીચે રહે છે. ખાસ વાત તો એ છે કે આ ગામમાં દરેક સુવિધાઓ મળે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. આ ગામનું નામ છે કુબર પેડી, તે ઓસ્ટ્રેલિયામાં જમીનની 100 ફીટ નીચે વસેલું છે.

તમે જૂના કિસ્સામાં પાતાળ લોક વિશે સાંભળ્યું હશે, પણ પાતાળ લોક હાલમાં પણ જોવા મળી શકે છે

જો તમે આ ગામને જોશો તો તમને માટીના ઢગલા અને બંજર પડેલી જમીન સિવાય કંઇ મળશે નહીં. એક નજરે લાગશે કે અહીં તો ગામ કે આબાદી જેવું કંઇ છે જ નહીં. આ માટીના ઢગલાઓની વચ્ચે જે સુરંગો છે તે તમને કૂબર પેડીની ગલીઓ સુધી લઇ જશે અને સાથે તમે જે જોશો તે ઉડાડી દેશે તમારા હોંશ.

દુનિયાના આઠ અજૂબા બાદ જો કોઇ 9મો અજૂબો હોઇ શકે તો તે છે કૂબર પેડી.

આ અંડરગ્રાઉન્ડ ગામમાં 3500 લોકોની વસતી છે અને તેઓ આલિશાન ઘરોમાં રહે છે. તેમાં અનેક સારી સુખ સુવિધાઓ જોવા મળે છે. હોટલથી લઇને સ્વીમિંગ પૂલ, સ્પા અને લક્ઝરી લાઇફની દરેક ચીજ તમને અહીં મળે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય.

કૂબર પેડી જાણીતું ટૂરિસ્ટ સ્પોટ પણ છે. અહીં ખાવા- રહેવાથી લઇને ફરવાની પણ વ્યવસ્થા છે.

બહારથી રેતાળ અને માટીના ઢગલાથી ઘેરાયેલું કૂબર પેડી ખરેખર તો કંઇક અલગ જ દેખાય છે.

અહીં આવીને તમે અનુભવો છો કે તમે કોઇ અન્ય દુનિયામાં જ આવી ગયા છો.

ગામમાં 3500 લોકોની વસતી છે…

આ સિવાય ફૂટબોલ ક્લબથી લઇને નાઇટ ક્લબ, સ્પા અને ગોલ્ફ કોર્સ જેવી અનેક આરામદાયક સુવિધાઓ પણ છે જેનો તમે આનંદ લઇ શકો છો.
અહીં આવીને તમે અનુભવો છો કે તમે કોઇ અન્ય દુનિયામાં જ આવી ગયા છો. આ કારણે બન્યું અંડરગ્રાઉન્ડ ગામ. કૂબર પેડી દૂધિયા પત્થર માટે જાણીતું છે. અહીં ખાણનું કામ પણ ચાલતું રહે છે. આ ખાણ બાદમાં ગુફાઓ બની અને પોતાનું ઘર બનાવી લીધું..

કૂબર પેડીમાં તાપમાન વધારે છે. ગરમીમાં અહીંનું તાપમાન હોશ ઉડાડી દે તેવું હોય છે. શિયાળામાં આ ઘણું ઓછું રહે છે. અને માટે જ લોકો ગુફાનુમા ઘરોમાં રહે છે.

ખાસ વાત તો એ છે કે આ ઘરોમાં ન તો ગરમીમાં એસી, કૂલર કે પંખાની જરૂર રહે છે અને ના તો શિયાળામાં હીટરની.

કૂબર પેડી ફક્ત ટૂરિસ્ટના આર્કષણનું કેન્દ્ર નહીં પણ હોલીવૂડ ફિલ્મકારોની પહેલી પસંદ પણ રહ્યું છે. અનેક હોલિવૂડ ફિલ્મોનું શૂટિંગ અહીં કરાયું છે. જેમાં પિચ બ્લેક અને મેડ મેક્સઃ બિયોન્ડ થંડરડોમ પણ સામેલ છે.
ખાસ વાત તો એ છે કે આ ઘરોમાં ન તો ગરમીમાં એસી, કૂલર કે પંખાની જરૂર રહે છે અને ના તો શિયાળામાં હીટરની…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments