Friday, December 1, 2023
Home Health શુ તમને પથરી છે

શુ તમને પથરી છે

પથરી એટલે સ્ટોનની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે કેમ કે આજકાલ આપણું ખાવા-પીવાનો ખૂબ જ બદલાઈ ગયું છે આમ તો આ રોગ કોઈપણ ને કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે, ક્યારેક વધુ પડતો પથરીનો દુખાવો પણ અસહ્ય બની જતો હોય છે જે માટે નીચે દર્શાવેલા કેટલાક ઉપાયોથી પથરીમાં રાહત મેળવી શકાય છે.

૧. પહેલો ઉપાય ડુંગળીના રસમાં ખાંડ મેળવીને શરબત બનાવો અને પથરીના દર્દીને પીવડાવો આ રસ ખાલી પેટે જ પીવો. મૂત્રાશય વાટે પથરી નાના-નાના કણ રૂપે બહાર નિકળી જશે પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે આ રસનું સેવન વધુ ન કરવું.

૨. કળથીનો સુપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી ઓગળી જાય છે અને પથરીને લીધે થતી ભયંકર પીડા મટે છે બીજો ઉપાય છે જેમાં કળથી 50 ગ્રામ રાત્રે પલાળી રાખી સવારે મસળી ગાળી એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.
૩. મૂળાના બી ચાર તોલા લઈ અર્ધો શેર પાણીમાં ઉકાળો અડધુ પાણી બાકી રહે ત્યારે ઉકાળી તે પાણી પીવાથી પથરી ઓગળી જાય છે.

૪. ચાર ગ્રામ ગોખરુનું ચૂરણ મધમાં મેળવી નહીં સવાર બપોર ચાંદ સાંજ ચાટવું અને એની ઉપર એકથી દોઢ કપ ઘેટીનું દૂધ પીવાથી એક સપ્તાહમાં પથરી તૂટી જાય છે આ પ્રયોગ ફક્ત સાત દિવસ કરવાનો હોય છે.

૫. પથરીના રોગમાં દર્દીને પપૈયાના થડની 20 ગ્રામ છાલને 200 ગ્રામ પાણીમાં લસોટી વાટીને ગળી લો દર્દીને જ્યારે જ્યારે તરસ લાગે ત્યારે આ પાણી આપો આ પ્રયોગ સતત 21 દિવસ કરવાથી પથરી આપોઆપ ભાંગીને ભૂક્કો બહાર નીકળી જશે.

૬. મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી તેનું ભસ્મ બનાવી ચાળીને આ ભસ્મ 1 ગ્રામ જેટલુ સવાર-સાંજ પાણી સાતે લેવાથી પથરીનું દર્દ અને પેશાબની અટકાયત દૂર થાય છે.

૭. લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભા-ઊભા પીવાથી પથરી ઓગળી જાય છે ગાયના દૂધની છાશમાં સિંધવ-મીઠું નાખીને રોજ ઊભા-ઊભા સવારે 12 દિવસ સુધી પીવાથી પથરી પેશાબ માર્ગે બહાર નિકળી જાય છે અને આરામ થાય છે.

૮. ઘઉં અને ચણા ના સાથે ઉકાળીને આ ઉકાળામાં ચપટી સૂરોખાર નાખી ઉકાળીને પીવાથી પથરી ભાંગીને ભૂકો થઇ જાય છે અને પેશાબ વાટે બહાર નીકળી જાય છે. નાળીયેરના પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી પથરીની તકલીફમાં રાહત થાય છે રિંગણાનું શાક ખાવાથી પેશાબની છૂટ થાય છે શરૂઆતની નાની પથરી ઓગળી જાય છે.

૯. કારેલાંનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે પાલકની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે દૂધીના બી પેશાબ સાફ લેવા અને પથરી તોડવામાં મદદ કરે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments