Paytm એ યુઝર્સને આપી દિવાળી ગીફ્ટ
મોબાઈલ વોલેટ કંપની Paytm પોતાના યૂઝર્સને અલગ-અલગ મોડ થકી પેમેંટનો વિકલ્પ આપે છે. Paytm યૂઝર્સ આ એપ થકી UPIથી લઈને ઘણા પ્રકારના બિલ્સની ચૂકવણી ચપટીઓમાં કરી લે છે. એક તરફ બેન્ક એકાઉન્ટથી Paytm વોલેટથી પૈસા નાખવા પર યૂઝર્સને કોઈપણ પ્રકારનો ચાર્જ આપવો પડતો નથી, પરંતુ તેનાથી ઉલટુ એટલે કે, પેટીએમ વોલેટથી બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર કરવા પર યૂઝર્સને ચાર્જ આપવો પડે છે. ઘણા યૂઝર્સને તેને લઈને ચિંતા હતા. હવે ખુદ Paytm ના સંસ્થાપક વિજય શેખર શર્માએ આ પર જવાબ આપ્યો છે
5 ટકા ચાર્જને હટાવી લો
વિજય શેખર શર્માએ એક Paytm યૂઝર્સને આ વિશે જવાબ આપ્યો છે.
એક યૂઝર્સે તેમને પૂછ્યુ છે કે, જો તમ Paytm વોલેટથી બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર કરવા પર લાગનાર 5 ટકા ચાર્જને હટાવી લો છો તો તેનાથી શું થશે? શું તેનાથી યૂઝર્સ બેસ વધશે? શું આ તમારી કંપની માટે એક ઉંડા ખાડાની જેમ છે? તેના જવાબમાં પેટીએમ સંસ્થાપકે લખ્યુ છે, હવે ઝીરો છે! હાં, અમે આ ચાર્જને હટાવી દીધો છે.
It’s now Zero !
Yeah, we removed these charges. pic.twitter.com/R8ypTINazd— Vijay Shekhar Sharma (@vijayshekhar) October 31, 2020
બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર કરવા પર પેટીએમ શા માટે વસૂલે છે આ ચાર્જ?
ખરેખર વોલેટથી બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર કરવા માટે પેટીએમને સુવિધા શુલ્ક વહન કરવુ પડે છે. જ્યારે કોઈ યૂઝર ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ અથવા બેન્ક એકાઉન્ટ થકી વોલેટમાં પૈસા ટ્રાંસફર કરે છે તો પેટીએમ તમારા બેન્કને એક નક્કી ફીસ પણ આપે છે. આ ફીના બદલે પેટીએમ તમારી પાસે પૈસા નથી વસૂલતા, પરંતુ જ્યારે કોઈ યૂઝર આ વોલેટમાં એડ કરવામાં આવેલ પૈસાને ખર્ચ નથી કરતા તો તેને પોતાના બેન્ક એકાઉન્ટમાં ટ્રાંસફર કરે છે તો પેટીએમ તરફથી આપવામાં આવેલ આ ચાર્જને યૂજરથી વસૂલી લે છે. વિજય શેખર શર્માએ હવે આ ચાર્જ નહી વસૂલવાની વાત કરી છે.
ક્રેડિટ કાર્ડથી વોલેટમાં પૈસા ટ્રાંસફર કરવા પર આપવો પડશે ચાર્જ
હાલમાં જ Paytm એ જાણકારી આપી છે કે, 15 ઓક્ટોબરથી કોઈ વ્યક્તિ Paytm વોલેટમાં ક્રેડિટકાર્ડથી મની એડ કરે છે તો તેને 2 ટકાનો વધારે ચાર્જ આપવો પડશે. આ 2 ટકા ચાર્જમાં GST સામેલ હશે. ઉદાહરણ તરીકે જો તમે ક્રેડિટ કાર્ડથી Paytm વોલેટમાં 100 રૂપિયા એડ કરો છો તો તમારા ક્રેડિ કાર્ડથી 102 રૂપિયાનું પેમેંટ કરવાનું હશે. પહેલા આ નિયમ 9 ઓક્ટોબરથી જ લાગુ થવાનો છે.