Tuesday, June 6, 2023
Home News Paytmને પ્લે સ્ટોર માંથી કરી રીમુવ

Paytmને પ્લે સ્ટોર માંથી કરી રીમુવ

પેટીએમે ટ્વીટ કરી ગૂગલના એક્શનની પુષ્ટિ કરી
હવે યુઝર પ્લે સ્ટોર પર એપ ડાઉનલોડ અથવા અપડેટ નહિ કરી શકે..

પોલિસીનું ઉલ્લંઘન કરતા ગૂગલે Pytym એપ રિમૂવ કરી..

ભારતની સૌથી મોટી પેમેન્ટ એપ ગણાતી Paytm (પેટીએમ) ગૂગલ પ્લે સ્ટોર પરથી ગાયબ થઈ છે. જોકે પેટીએમની અન્ય એપ પેટીએમ બિઝનેસ, પેટીએમ મોલ્સ હજુ પણ પ્લે સ્ટોર પર અવેલેબલ છે.

તો એપ સ્ટોર પર પણ એપ અવેલેબેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૂગલે તેની પોલિસીનું ઉલ્લંઘન કર્યું હોવાથી પેટીએમ પર કાર્યવાહી કરી છે.

ગૂગલની ગેમ્બલિંગ પોલિસીના ઉલ્લંઘનને લીધે એપ રિમૂવ થઈ
ગૂગલ પ્લે સ્ટોર પરથી પેટીએમ રિમૂવ કરવા માટે હજુ ગૂગલ તરફથી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી,

પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એપને ગેમ્બલિંગ પોલિસીના ઉલ્લંઘનને લીધે રિમૂવ કરાઈ છે. ગૂગલ ઈન્ડિયાએ આજે તેના બ્લોગ પોસ્ટમાં ગેમ્બલિંગ અર્થાત (ઓનલાઈન જુગાર)ની પોલિસીની વાત કરી હતી.

બ્લોગમાં ક્યાંય પણ પેટીએમના નામનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, પરંતુ તે પેટીએમ પર ઈશારો કરે છે તેમ લાગી રહ્યું છે,

કારણ કે બ્લોગ પબ્લિશ થયાની ગણતરીની મિનિટોમાં એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી રિમૂવ થઈ છે. પેટીએમે પેટીએમક્રિકેટલીગ શરૂ કરતાં જ કંપની ગૂગલની આંખે ચડી છે.

ઓનલાઈન ગેમ્બલિંગને રોકવા માટે ગૂગલે આ નિર્ણય લીધો છે.
કંપનીએ તેના બ્લોગમાં પોલિસીનું ઉલ્લંઘન કરતી એપને પ્લે સ્ટોર પરથી દૂર કરવાની પણ વાત કહી છે,

સાથે જ ગૂગલની શરતોનું પાલન થઈ ગયા બાદ એપને રિસ્ટોર કરી લેવાની વાત પણ કહેવામાં આવી છે. જોકે આ મામલે પેટીએમે મૌન સાધ્યું છે.

ગ્રાહકોના પૈસા સુરક્ષિત રહેશે- પેટીએમ કંપનીએ ટ્વીટ કરીને લખ્યું છે કે હાલપૂરતી એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરાઈ છે, ટૂંક સમયમાં એપ રિસ્ટોર થશે.

ગ્રાહકોના તમામ પૈસા સુરક્ષિત રહેશે. One97 કમ્યુનિકેશન લિમિટેડ કંપની પેટીએમની ઓનર છે. ટેક રિસર્ચ ફર્મ સેન્સર ટાવરના રિપોર્ટ અનુસાર, ઓગસ્ટ મહિનામાં પેટીએમ છઠ્ઠી સૌથી વધારે ડાઉનલોડ થનારી ફિનટેક એપ છે.

એપ પેમેન્ટ ઓપ્શનથી શરૂ થઈ હતી. ત્યાર બાદ તે ઓનલાઈન શોપિંગ, ગેમિંગ અને બેકિંગ સર્વિસ ઓફર કરે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments