પેશાબની તકલીફો…
૧. એક ચમચો ગોખરૂ ચૂર્ણ, સવા કપ પાણીમા પલાળી સવારે ઉકાળી અર્ધો કપ રહે એટલે ઉતારી ગાળીને પી જવું. (નરણા કોઠે ૧૫ દિવસ માટે)

૨. જવનું પાણી – ૨ લીટર પાણીમા ૧ મુઠ્ઠી જવ નાખી સારી રીતે ઉકાળીને ગાળીને ભરી રાખવુ, આખો દિવસ આ પાણી તરસ લાગે ત્યારે પીવુ.

૩. પપૈયાના મૂળ નો પાવડ૨ ૧ ચમચી, ૧/૨ લીટર પાણીમા ઉકાળવું ૧/૪ લીટર રહે ત્યારે નરણા કોઠે પીવું. પહલેજ દિવસે ફાયદો લાગશે.
પેશાબમાં યુરીઆ એસીડ (યુરીક એસીડ) નુ પ્રમાણ વધી જાય તો

૧. તાજી ગળોના ત્રણ ઈંચના ટુકડાને રાતે પાણીમાં પલાળી સવારે તેને થોડી ખાંડી ૧ કપ પાણીમાં ૧/૨ કપ થાય ત્યાં સુધી ઊકાળી સવારમાં પીવો..
૨. મીઠા લીમડાના (કડીપત્તાં) પાન વાટી, તેની ચટણી બનાવી ૪ ચમચી સવારમાં ૯ કે ૧૦ વાગે ખૂબ ચાવીને ખાવાથી યુરીયા અને યુરીક એસીડની માત્રા પેશાબમાં ઘટે છે. (૮ થી ૧૦ દિવસ)

મૂત્રપિંડનો સોજો – Nephritis
૧. ગાજરનો ૧ ગ્લાસ રસ ૧ ચમચી મધ સાથે..
બહુમૂત્રતા –
૧. ડાયાબિટીસ ન હોવા છતા વધારે વાર પેશાબ કરવા જવું પડતું હોય તો – ૨ ચમચી આદુનો રસ ૧/૨ ચમચી ખડી સાકરનો ભૂકો નાખી સવાર-સાંજ પીવો. (૫ થી ૭ દિવસ)
૨. ૧ કપ દુધમા ૧ ચમચી શીંગોડાનો લોટ મિક્સ કરી સવાર સાંજ પીવો (૪ થી ૫ દિવસ)
૩. કાળાતલને ખાંડી તેમાં ગોળનો ભૂકો મેળવી બોર જેવડી ગોળી બનાવી સવાર-બપોર-સાંજ ખાવી (૮ થી ૧૦ દિવસ)
મૂત્ર બરાબર ન આવવું – મૂત્રમાં લોહી આવવું.
દુર્વાના ૧/૨ કપ રસમાં ૧/૨ ચમચી સાકરનો ભૂકો ઓગાળીને રસ સવારમાં પીવો. (ત્રણ દિવસ)