તુલસીનો રસ અને આદુંનો રસ સરખે ભાગે લો.
પેટમાં દુ:ખતું હોય તો અજમો ફાકીને ઉપર ગરમ પાણી પીવું. આદું અને લીબુના રસમાં અર્ધી ચમચી મરીનું ચૂર્ણ અને ચપટી સિંધવ નાખીને પીઓ.

શેકેલા જાયફળનું એક ગ્રામ ચૂર્ણ ગરમ પાણી સાથે લો. પેટમાં ગેસની તકલીફ હોય તો અજમો અને સંચળનું ચૂર્ણ ફાંકો.
પેટમાં ગોળો ચડ્યો હોય તો કોકમનો ઉકાળો કરી તેમાં મીઠું નાખી પીઓ. આંતરડામાં તકલીફ હોય તો ફુદીનાના રસમાં મધ મેળવીને ચાટો.

પેટમાં ચૂંક ઊપડી હોય તો રૂપિયા ભાર તલના તેલમાં અડધો તોલો હળદર મેળવીને ખાઓ.
રાઈનું ચૂર્ણ પાણી સાથે લેવાથી પેટની ચૂંક અને અજીર્ણ મટે છે.
ઉકળતા પાણીમાં સૂંઠનું ચૂર્ણ નાખી, ઠંડું પડે ત્યારે પીવાથી ગેસ મટે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. કોઈ પણ વ્યક્તિએ પોતાની તાસીર પ્રમાણે ઉપચાર કરવો..