ઘણા લોકો બાથરૂમમાં નહાવા જાય તે સમયે પણ મોબાઈલ લઈને જતા હોય છે. પણ આ શોખ જીવલેણ પુરવાર થઈ શકે છે. રશિયાની એક 24 વર્ષીય યુવતી માટે આ શોખ મૃત્યુનું કારણ બન્યો છે.
આ એક યુવતી બાથરૂમમાં આઈફોન સાથે બાથટબમાં સાથે નહાઈ રહી હતી. આમાં આઈફોન ચાર્જ થતો હતો. આઈફોન અચાનક બાથટબમાં પડ્યો હતો જેનાં લીધે બાથટબમાં શોર્ટ શર્કિટ થયું હ્તું. બાથટબમાં નાહી રહેલી મહિલાનું વિજકરંટ લાગવાનાં લીધે મૃત્યુ થયું હતું.
ઓલેશિયા સેમેનોવા એક કપડાની દુકાનમાં કામ કરી રહી હતી તેમજ ચાર્જિંગ ફોનનાં બાથટબમાં પડતા એનું મૃત્યુ થયું છે. ઓલેશિયાનાં મૃત્યુ પછી રશિયાનાં ઈમરજન્સી મંત્રાલયે ચેતવણી જાહેર કરી લોકોને બાથરૂમમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાને લઈને ચેતવા માટે કહ્યું છે.
ઓલિશિયાની સાથે એનાં ફ્લેટમાં મિત્ર દરિઆ પણ રહેતી હતી. ઓલીશીયા એક રિયલ એસ્ટેટ એજંટ છે. ડારિયાએ આ બનાવ અંગે જણાવ્યું હતું કે, કેટલાક સમય વીતી ગયા પછી પણ ઓલેશિયા બાથરૂમમાંથી બહાર ન નિકળતા હું બાથરૂમમાં ગઈ હતી. ત્યાં તે બાથરૂમમાં મૃત પડેલી હતી. એનું શરીર પણ પીળુ પડી ગયું હતું.