Monday, October 2, 2023
Home Devotional જાણો ! એક વૃક્ષ-છોડ વાવવાથી પણ એક યજ્ઞ કરવા જેટલું પુણ્ય મળી...

જાણો ! એક વૃક્ષ-છોડ વાવવાથી પણ એક યજ્ઞ કરવા જેટલું પુણ્ય મળી શકે છે..

પર્યાવરણને ધ્યાનમાં રાખીને પુરુષોત્તમ મહિનામાં વૃક્ષ-છોડ વાવવાની પરંપરા, ધર્મ ગ્રંથ પ્રમાણે વૃક્ષ-છોડ વાવવાથી પાપ દૂર થઇ જાય છે..

ધર્મ ગ્રંથોમાં વૃક્ષ-છોડ વાવવા પુણ્યનું કામ માનવામાં આવે છે. આવું કરવાથી અનેક પ્રકારના દોષથી છુટકારો મળી જાય છે. વિષ્ણુધર્મોત્તર પુરાણ પ્રમાણે પુરુષોત્તમ મહિનામાં વૃક્ષ-છોડ વાવવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ત્યાં જ, મનુ સ્મૃતિમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે, વૃક્ષ-છોડ વાવવાથી મોટો યજ્ઞ કરવા જેટલું ફળ મળે છે. એટલે પુરુષોત્તમ મહિના દરમિયાન વૃક્ષ-છોડ વાવવા મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

કાશીના જ્યોતિષાચાર્ય અને ધર્મગ્રંથોના જાણકાર પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે ભગવાન વિષ્ણુના આ મહિનામાં પીપળો, વડ અને ગૂલરના વૃક્ષ વાવવા જોઇએ. આ વૃક્ષ-છોડને ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ માનવામાં આવે છે. આ સિવાય તુલસી, દૂર્વા, અશોક, આંબળા, મદાર, કેળ, લીમડો, કદંબ અને વડના વૃક્ષ વાવવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી સાથે અન્ય દેવી-દેવતાઓ પણ પ્રસન્ન થાય છે.

પીપળોઃ- પીપળાને દેવ વૃક્ષ કહેવામાં આવે છે. ઉપનિષદોમાં પણ તેનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આ વૃક્ષ સૂર્યના કિરણોને ગ્રહણ કરે છે.

જે પોષણ આપે છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, પીપળામાં મૂળથી ઉપર સુધી ડાળીમાં ભગવાન વિષ્ણુનો નિવાસ છે. પીપળાની નીચે જ ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું.

વડઃ- વડના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ સાથે બ્રહ્માજી અને શિવજીનો પણ વાસ હોય છે. એટલે વડનું વૃક્ષ વાવવાથી દરેક પ્રકારના પાપ નષ્ટ થાય છે. ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે, વડના વૃક્ષનો સ્પર્શ અને દર્શન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે.

ગૂલરઃ- ગૂલરના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. થોડાં ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે, આ વૃક્ષના મૂળમાં બ્રહ્મા અને ડાળીમાં ભગવાન શિવ રહે છે. સાથે જ, આ વૃક્ષ ઉપર શુક્ર ગ્રહ અને કુબેરનો પ્રભાવ પણ રહે છે. જેના કારણે ગૂલરનું વૃક્ષ વાવવાથી અને તેની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે.

તુલસીઃ- પુરુષોત્તમ મહિનામાં તુલસીનો છોડ વાવવાથી પુણ્ય મળે છે. તુલસીને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. તુલસીના પાન વિના ભગવાન વિષ્ણુની પૂજા પણ અધૂરી રહી છે. એટલે આ મહિનામાં તુલસીનો છોડ વાવવાથી દરેક પ્રકારના પાપ દૂર થઇ જાય છે અને પુણ્ય પણ મળે છે.

આસોપાલવઃ- આસોપાલવ (અશોક)નું વૃક્ષ પૂજનીય છે. અશોકનું વૃક્ષ વાવવાથી અને તેનું ધ્યાન રાખવાથી ધનલાભ થાય છે. રામાયણમાં જણાવવામાં આવ્યું છે કે, સીતાજીનું અપહરણ કર્યા પછી રાવણ તેમને અશોક વૃક્ષની વાટિકામાં જ રાખ્યાં હતાં.

શ્રીરામે તેના માટે જણાવ્યું છે કે, જે પણ વ્યક્તિ આ વૃક્ષ નીચે બેસસે તેમના બધા દુઃખ અને શોક દૂર થઇ જશે. વાસ્તુશાસ્ત્રમાં તેને પોઝિટિવ ઊર્જા આપનાર વૃક્ષ કહેવામાં આવે છે.

આંબળાઃ- તુલસીની જેમ આ વૃક્ષ પણ પૂજનીય છે. સૌભાગ્ય અને સમૃદ્ધિની કામનાથી કારતક મહિનામાં મહિલાઓ આ વૃક્ષની પૂજા કરે છે. આ વૃક્ષમાં લક્ષ્મીજીનો વાસ માનવામાં આવે છે. ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે, આ વૃક્ષની છાયામાં બેસીને ભોજન કરવાથી બીમારીઓ દૂર થાય છે.

બીલી વૃક્ષઃ- બીલીમાં ભગવાન શિવ અને લક્ષ્મીજીનો નિવાસ હોય છે. ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે, આ વૃક્ષના દર્શન અને સ્પર્શ કરવા જાણ્યા-અજાણ્યાં દિવસભરના પાપ દૂર થાય છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments