ચાની પ્યાલીઓ અને બેગ પરના વેચાણ કે વિતરણ સામે તંત્રએ લાલ આંખ કરવી જ જોઇએ. !!
નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખી હલકી ગુણવત્તાવાળી પ્લાસ્ટીકની ચાની પ્યાલીઓ અને બેગ પરના વેચાણ કે વિતરણ સામે તંત્રએ લાલ આંખ કરવી જ જોઇએ…
પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ટાળો, પર્યાવરણ બચાવો.
જમીન, પાણી, હવામાં પ્રદૂષણ ફેલાવવા ઉપરાંત પ્લાસ્ટિક ખાવાથી પશુઓનાં મોત પણ નીપજે છે. અને જેનાથી માણસો ને કેન્સર જેવી ગંભીર બિમારીઓ થઈ શકે છે.
પર્યાવરણ માટે ભારોભાર નુકસાનકારક એવા પ્લાસ્ટીકની બેગનો ઉપયોગ દિનપ્રતિદિન વધી રહ્યો છે ત્યારે જાગૃત નાગરિક તરીકે પર્યાવરણ અને આરોગ્ય માટે ખુબ જ હાનિકારક એવા પ્લાસ્ટીકની બેગનો ઉપયોગ ટાળીને દરેક વ્યક્તિ પર્યાવરણને બચાવે તે હાલના ગ્લોબલ વોર્મિંગના સમયની માંગ છે.
પ્લાસ્ટીક એ નાશ ન થઈ શકે તેવું પ્રદૂષણ છે, અને તે જમીન, પાણી અને હવાને પ્રદૂષિત કરે છે, એટલે કે સમસ્ત પર્યાવરણને નુકસાન કરે છે. ગમે ત્યાં ફેકી દીધેલી પ્લાસ્ટીકની થેલીઓ અન્ય ખોરાકની સાથે ખાઈ જવાથી અનેક પશુઓ પણ મોતને ભેટે છે, અને આ મૃત પશુઓના અવશેષો નાશ પામ્યા બાદ પણ પ્લાસ્ટીક જેમનું તેમ રહે છે.
પ્લાસ્ટીકનો નાશ થતાં ૧૦૦૦ વર્ષ લાગે છે.
તેને બાળવાથી પણ તે પર્યાવરણમાં ડાયોકસીન સહિત હાનિકારક વાયુઓ છોડે છે.
ઉપરાંત ગમે ત્યાં નાખેલું પ્લાસ્ટીક જમીનમાં વર્ષો સુધી જેમનું તેમ પડી રહી જમીની ફળદ્રુપતા સહિતને નુકસાન કરે છે, ઉપરાંત વરસાદી પાણી આ પ્લાસ્ટીક સાથે નદી કે જળાશયોમાં જવાથી તેમાં પણ હાનિકારક તત્વો ભળે છે. નાળાંમાં અને ગટરમાં ભરાઈ રહેલી પ્લાસ્ટીકની થેલીઓ પાણીનો રસ્તો બ્લોક કરી દે છે.
હલકી કક્ષાના પ્લાસ્ટીકના પેકીગમાં રાખેલી ચીજો ખાવાથી આરોગ્યને નુકસાન થાય છે.
આપણે જે પ્લાસ્ટીકની પ્યાલીમાં ચા પી રહ્યા છીંએ. તે પણ આપણા શરીર માટે એટલા જ અંશે હાનીકારક છે.
પ્લાસ્ટીકની હલકી ગુણવત્તાવાળી કોઇ પણ વસ્તુમાં ગરમ પ્રવાહી ભરવામાં આવે તો તેમાંથી પોલીમર છુંટુ પડે છે,
કેમકે હલકી પ્રકારનુ પ્લાસ્ટિક ગરમ વહેલુ થવા માંડે છે.
અને શરીરમાં કેન્સર જેવા જીવલેણ રોગને આમંત્રણ પાઠવી શકે છે.
ત્યારે આવા હલકી ગુણવત્તાવાળી પ્લાસ્ટીકની ચાની પ્યાલીઓનાં વેચાણ સામે તંત્રએ લાલ આંખ કરવી પણ એટલા જ અંશે જરૂરી છે.
પ્લાસ્ટીકના ઉત્પાદન અને નાશ બંને વખતે પર્યાવરણને નુકસાન થાય છે, એટલે પ્લાસ્ટીકથી થતા નુકસાનથી બચવાનો એક માત્ર ઉપાય છે,
પ્લાસ્ટીકનો ઉપયોગ શક્ય તેટલો ટાળવો. દેશમાં વ્યક્તિદીઠ ૩ કિલો પ્લાસ્ટિક વપરાય છે.
એક અંદાજ મુજબ, ભારતના શહેરોના ઘન કચરામાં ૨૦ ટકા પ્લાસ્ટીક હોય છે. નાશ ન થઈ શકે તેવું અઢી કરોડ ટન પ્લાસ્ટીક પ્રતિવર્ષ વધે છે.
વિશ્વમાં પ્રતિવર્ષ ૧૦ કરોડ ટન પ્લાસ્ટીકનું ઉત્પાદન થતું હોવાનો અંદાજ છે જ્યારે ભારતમાં પ્રત્યેક વ્યક્તિ દીઠ વર્ષે ૩ કિલો પ્લાસ્ટીક વપરાય છે.