જાણો !! પ્લાસ્ટિકમાંથી બનેલા ચોખાને ઓળખવા માટેની રીત..
મિત્રો દરેક લોકોને ચોખા ખૂબ જ ભાવતા હોય છે અને બજારમાં આજે વિવિધ પ્રકારના ચોખા ઉપલબ્ધ છે. પરંતુ આપણે જાણીએ છીએ કે અવાર-નવાર બજારની અંદર આવતા ચોખામાં ભેળસેળ થતી જોવા મળે છે.
પરંતુ હાલમાં જ સોશિયલ મીડિયામાં એક એવી વાત વાયરલ થઇ રહી છે કે બજારની અંદર આવતા આ ચોખા પ્લાસ્ટિકમાંથી બને છે.
ઘણી જગ્યાએ તો આ ચોખા બનતા હોય તેના વીડીયા પણ બહાર પાડેલા છે અને તમે આવા વીડિયોમાં ચોખ્ખું જઈ શકો છો કે લોકો પ્લાસ્ટિકમાંથી કઈ રીતે સામાન્ય દેખાતા ચોખા જેવા ચોખા બનાવે છે.
આ ચોખા જોઈને કોઈપણ વ્યક્તિ ઓળખી ન શકે કે તે ઓરિજિનલ ચોખા છે કે પછી પ્લાસ્ટિક માંથી બનાવેલા ડુપ્લીકેટ ચોખા. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઓળખશો પ્લાસ્ટિકના ચોખા અને ઓરીજનલ ચોખા વચ્ચેનો તફાવત.
જ્યારે તમે પ્લાસ્ટિકના ચોખા લાવો છો ત્યારે તે દેખાવમાં તો સાદા ચોખા જેવા જ હોય છે. આથી એક નજરે જોતાં તમે આ ચોખા વચ્ચેનો તફાવત શોધી શકશો નહીં. જ્યારે તમે તેને કૂકરમાં અથવા તો કોઈ પણ બાઉલની અંદર પાકવા માટે મૂકો છો ત્યારે પણ તે સામાન્ય ચોખાની જેમ જ પાકી જાય છે. તેની સુગંધ પરથી તમે ઓળખી નહીં શકો કે આ ડુપ્લીકેટ ચોખા છે કે ઓરીજનલ ચોખા.
જ્યારે પ્લાસ્ટિકના ચોખા બફાઇ જાય ત્યારબાદ તેનો લૂઓ બનાવી ગેસ પર મૂકો. હવે જો આ ચોખા પ્લાસ્ટિકમાંથી બનેલા હશે તો તે થોડી વખત ગેસ પર રાખતા તરત જ સળગવા લાગશે. બજારમાં મળતાં સાદા ચોખા કોઈ દિવસ ગેસ પર રાખવાથી સળગતા નથી.
પરંતુ જો આ ચોખા પ્લાસ્ટિકમાંથી બનેલા હશે તો તે તરત જ સળગવા લાગશે અને તમે તૂરત જ ઓળખી શકશો કે આપેલા ચોખા ઓરીજનલ ચોખા છે કે પછી પ્લાસ્ટિક માંથી બનાવેલા ડુપ્લીકેટ ચોખા.
પ્લાસ્ટિકમાંથી બનેલ આ ચોખા ને ઓળખવા માટે ની બીજી પણ એક રીત છે. જેની અંદર તમે જ્યારે એક બાઉલ ની અંદર પાણી ભરી તેમાં ચોખા નાખશો તો જે ચોખા ઓરીજનલ હશે તે સીધા જ તેના તળિયે જઈને બેસી જશે. પરંતુ જે ચોખા પ્લાસ્ટિકમાંથી બનેલા હશે તે ચોખ્ખા પાણીની ઉપર તરસે. કેમ કે પ્લાસ્ટિક વજનમાં હલકું હોય છે
અને તે પાણીની અંદર ડૂબતું નથી આથી જ તમે ઓળખી શકશો કે તમે લીધેલા ચોખા ઓરીજનલ છે કે ડુપ્લીકેટ.