ખતરો કે ખિલાડી અક્ષય કુમાર લાવશે એક્શન ગેમ ‘FAU- G’, કહ્યું- અમુક રકમ ભારત કે વીર ફંડ માં…
ભારતમાં લોકપ્રિય ગેમ PUBG પર પ્રતિબંધ લાગ્યા બાદ અભિનેતા અક્ષય કુમાર દરેક માટે એક નવી ગેમ લઈને આવ્યા છે.
lઅક્ષય કુમારે આજે એક્શન ગેમ FAU-G ની જાહેરાત કરી છે. અક્ષય કુમારે ટ્વીટ કરીને કહ્યું કે, ‘ હું પીએમ નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર અભિયાનને સમર્થન આપતી એકશન ગેમ
FAU:G (Fearless and United: Guards (FAU:G) રજૂ કરવાનો ગર્વ અનુભવી રહ્યો છું. આ ગેમ દ્વારા ખેલાડીઓ મનોરંજન ઉપરાંત આપણા સૈનિકોના બલિદાન વિશે જાણી શકશે.
આ સિવાય ગેમમાંથી જે કમાણી થશે તેની 20 ટકા રકમ @BharatKeVeer ટ્રસ્ટને આપવામાં આવશે.’
આ અંગે જણાવતા અક્ષય કુમારે કહ્યું કે, ‘યુવાનો માટે ગેમ અને ઇન્ટરનેટ હવે તેમના જીવનનો હિસ્સો બની ગયો છે.
FAU:G દ્વારા આશા રાખીએ છીએ કે, જ્યારે લોકો આ ગેમ રમશે ત્યારે આપણા દેશના જવાનોના બલિદાન વિશે તેમને જાણ થશે.
આ ગેમ ઓક્ટોબર મહિનામાં લોન્ચ કરવામાં આવશે. આ ગેમ એપલ સ્ટોર અને પ્લે સ્ટોર પર પણ ઉપલબ્ધ હશે.’
જણાવી દઇએ કે, જૂનના અંતમાં ભારત સરકારે ચીન વિરુદ્ધ કાર્યવાહી કરી હતી અને 59 ચાઇનીઝ મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.
આ એપ્લિકેશન્સમાં ટિકિટલોક, શેરઈટ, યુસી બ્રાઉઝર, હેલો, વીગો જેવી એપ્લિકેશનો શામેલ છે. ત્યાર પછીના મહિનામાં સરકારે વધુ 47 ચાઇનીઝ મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો.
આમ, બુધવાર લેવાયેલા નિર્ણય પહેલાં સરકારે 106 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.
— Akshay Kumar (@akshaykumar) September 4, 2020