હાલ પબજી ગેમનો ક્રેઝ ચાલે છે તેવાઆ વધુ એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. અજમેર પાસે આવેલા નસીરાબાદની આ ઘટના છે, અહીંયા એક કિશોર છેલ્લા 6 કલાકથી સતત પબજી રમતો હતો, અને તેમા હાર્યા બાદ તેને આવ્યો એટેક અને 16 વર્ષના કિશોરનું થયું મોત..
મૃતક કિશોરના પિતા હારુન કુરેશીએ કહ્યું કે તેમનો દીકરો રાત્રે બે વાગ્યા સુધી પબજી રમતો હતો અને બીજા દિવસે પણ તે સતત છ કલાક સુધી ગેમ રમતો હતો, અને બાદમાં બ્લાસ્ટ કર, બ્લાસ્ટ કર, બ્લાસ્ટ કર… તેવી બૂમો પાડવા લાગ્યો હતો અને પછી તેનું મોત થઈ ગયું.
તેમણે જણાવ્યું કે ફુરકાન એકદમ એક્ટિવ બાળક હતો. તે અજમેરના નજીક નસીરાબાદમાં રહે છે અને પરિવાર સાથે નીમચમાં એક સગાઈમાં આવ્યાં હતાં, અને તે સમયે જ આ ઘટના બની હતી, નીમચના હૃદય રોગ ચિકિત્સક કહ્યું કે હાર્ટ એટેક આવ્યા બાદ બાળકને હોસ્પિટલ લાવવામાં આવ્યો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેના હ્યદયના ધબકારા બંધ થઈ ગયાં હતાં. અમે આમ છતાં પણ બાળકને બચાવવા માટે ઈલેકટ્રિક શોક આપ્યા હતા, અને હૃદયનું પંપિંગ શરુ કરવાના ઈન્જેક્શન પણ આપવામાં આવ્યાં હતા પરંતુ બાળકનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.
નિષ્ણાતનું કહેવું છે કે ગેમ રમતાં રમતાં બાળકો તેને પોતાની સાથે જોડી લેતા હોય છે, અને અત્યંત આવેશમાં આવી જઈને આ હાર્ટ એટેકનો શિકાર બની જાય છે. તેથી બાળકોને આ પ્રકારની ગેમથી દૂર રાખવા જ જોઈએ.
@apnubhavnagar
Instagram:- https://www.instagram.com/apnubhavnagar
Facebook:- https://www.facebook.com/apnubhavnagar