Tuesday, October 3, 2023
Home CoronaVirus સાવધાન ! PM-CARE ફંડ્સના નામ સાથે મળતાં આવતાં 68 જેટલાં નકલી UPI...

સાવધાન ! PM-CARE ફંડ્સના નામ સાથે મળતાં આવતાં 68 જેટલાં નકલી UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) અકાઉન્ટ સામે આવ્યાં છે.

‘સાઈબર પીસ ફાઉન્ડેશન’ નામની સંસ્થાએ ચેતવણી આપી છે કે આંખ મીંચીને કોરોનાના નામે દાન કરતાં પહેલાં સાવધાન થઈ જવાની જરૂર છે.

‘ધ ન્યૂઝ મિનિટ’ નામના વેબ પોર્ટલના રિપોર્ટ પ્રમાણે, PM-CARE ફંડ્સના નામ સાથે મળતાં આવતાં 68 જેટલાં નકલી UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) અકાઉન્ટ સામે આવ્યાં છે.

28 માર્ચના રોજ પ્રધાનમંત્રી મોદીએ કોરોનાના રોગચાળાની સામે લડવા માટે ‘PM-CARES’ એટેલે કે ‘પ્રાઈમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઈમર્જન્સી સિચ્યુએશન્સ’ નામના ફંડની જાહેરાત કરી હતી.

તેમાં લોકો સીધું જ નાણાંકીય દાન કરી શકે છે. આ માટેનું સત્તાવાર UPI આઈડી pmcares@sbi છે.

પરંતુ આ જાહેરાતનાં બે-ત્રણ દિવસની અંદર જ જાણવા મળ્યું કે ગઠિયાઓએ આ આઈડી સાથે મળતા આવતાં અન્ય જથ્થાબંધ આઈડી બનાવી નાખ્યાં છે.

જેમ કે, pmcare@sbi, pmoindia@sbi, pmindia@sbi વગેરે.

સાયબર ગઠિયાઓએ આ આઈડી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, HDFC, ICICI, કેનેરા બેન્ક, સેન્ટ્રલ બેન્ક, યસ બેન્ક, કેથોલિક સિરિયન બેન્ક, આંધ્ર બેન્ક, DBS, એક્સિસ, એરટેલ પેમેન્ટ્સ બેન્ક વગેરેની અન્ડરમાં બનાવ્યાં છે.

દેશમાં UPI સર્વિસીસની દેખરેખ રાખવાની જવાબદારી ‘નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા’ (NPIC)ની છે.

તેમના ધ્યાનમાં આવા ફ્રોડ UPI અકાઉન્ટ આવે કે તરત જ તે સંલગ્ન બેન્કને જાણ કરે છે અને તેને બ્લેકલિસ્ટ કરાવી દે છે.

પરંતુ PM-CARESના સત્તાવાર UPI અકાઉન્ટના નામે બની ગયેલા ફેક અકાઉન્ટ્સ કિસ્સામાં આ પગલાં ન લેવાય ત્યાં સુધી દાન કરતા લોકોએ જાતે જ ધ્યાન રાખવાની જરૂર રહે છે.

ધ્યાન રહે, PM-CARESનું સત્તાવાર UPI આઈડી pmcares@sbi છે. કોઈપણ રકમનું દાન કરતાં પહેલાં તેના એકેએક અક્ષર તપાસી લેવા.

નહીંતર કોઈને મદદરૂપ થવાની શુભ ભાવનાથી કરેલું તમારી મહેનતનાં નાણાંનું દાન ગેરવલ્લે જઈ શકે છે.

Source –

View this post on Instagram

‘સાઈબર પીસ ફાઉન્ડેશન’ નામની સંસ્થાએ ચેતવણી આપી છે કે આંખ મીંચીને કોરોનાના નામે દાન કરતાં પહેલાં સાવધાન થઈ જવાની જરૂર છે. ‘ધ ન્યૂઝ મિનિટ’ નામના વેબ પોર્ટલના રિપોર્ટ પ્રમાણે, PM-CARE ફંડ્સના નામ સાથે મળતાં આવતાં 68 જેટલાં નકલી UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) અકાઉન્ટ સામે આવ્યાં છે. 28 માર્ચના રોજ પ્રધાનમંત્રી મોદીએ કોરોનાના રોગચાળાની સામે લડવા માટે ‘PM-CARES’ એટેલે કે ‘પ્રાઈમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઈમર્જન્સી સિચ્યુએશન્સ’ નામના ફંડની જાહેરાત કરી હતી. તેમાં લોકો સીધું જ નાણાંકીય દાન કરી શકે છે. આ માટેનું સત્તાવાર UPI આઈડી pmcares@sbi છે. પરંતુ આ જાહેરાતનાં બે-ત્રણ દિવસની અંદર જ જાણવા મળ્યું કે ગઠિયાઓએ આ આઈડી સાથે મળતા આવતાં અન્ય જથ્થાબંધ આઈડી બનાવી નાખ્યાં છે. જેમ કે, pmcare@sbi, pmoindia@sbi, pmindia@sbi વગેરે. સાયબર ગઠિયાઓએ આ આઈડી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, HDFC, ICICI, કેનેરા બેન્ક, સેન્ટ્રલ બેન્ક, યસ બેન્ક, કેથોલિક સિરિયન બેન્ક, આંધ્ર બેન્ક, DBS, એક્સિસ, એરટેલ પેમેન્ટ્સ બેન્ક વગેરેની અન્ડરમાં બનાવ્યાં છે. દેશમાં UPI સર્વિસીસની દેખરેખ રાખવાની જવાબદારી ‘નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા’ (NPIC)ની છે. તેમના ધ્યાનમાં આવા ફ્રોડ UPI અકાઉન્ટ આવે કે તરત જ તે સંલગ્ન બેન્કને જાણ કરે છે અને તેને બ્લેકલિસ્ટ કરાવી દે છે. પરંતુ PM-CARESના સત્તાવાર UPI અકાઉન્ટના નામે બની ગયેલા ફેક અકાઉન્ટ્સ કિસ્સામાં આ પગલાં ન લેવાય ત્યાં સુધી દાન કરતા લોકોએ જાતે જ ધ્યાન રાખવાની જરૂર રહે છે. ધ્યાન રહે, PM-CARESનું સત્તાવાર UPI આઈડી pmcares@sbi છે. કોઈપણ રકમનું દાન કરતાં પહેલાં તેના એકેએક અક્ષર તપાસી લેવા. નહીંતર કોઈને મદદરૂપ થવાની શુભ ભાવનાથી કરેલું તમારી મહેનતનાં નાણાંનું દાન ગેરવલ્લે જઈ શકે છે.

A post shared by Divya Bhaskar (@divyabhaskar_in) on

RELATED ARTICLES

Most Popular

Recent Comments