Friday, December 1, 2023
Home News શું ફસાઈ ગયા છે તમારા 2 હજાર રૂપિયા?

શું ફસાઈ ગયા છે તમારા 2 હજાર રૂપિયા?

શું ફસાઈ ગયા છે તમારા 2 હજાર રૂપિયા?

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ મોદી સરકારખેડૂતોની આવકને બેગણી કરવાના હેતુથી દર વર્ષે 6 હજાર રૂપિયા આપે છે. સરકાર ખેડૂતોને સીધા કેશ પહોંચાડનારી યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. દરેક હપ્તામાં 2 હજાર રૂપિયામાં આપવામાં આવે છે. સરકાર અત્યાર સુધી 6 હપ્તામાં પૈસા આપી ચૂકી છે. ત્યારે તેનો સાતમો હપ્તો આગામી મહીને આવવાનો છે. આ સ્કીમમાં સરકારે 14 હજાર કરોડ ખેડૂતોને જોડવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.

ફંસાઈ ગયા છે પૈસા તો કરો આ કામ

અત્યાર સુધી પીએમ કિસાન સમ્માન નિધિ હેઠળ પૈસા નહી આવવા પર જાણકારી નહી હોવાને કારણે ખેડૂતોને અહીં-ત્યાં ભટકવું પડતુ હતુ. આ સ્થિતિમાં પીએમ મોદીએ ખેડૂતોની સમસ્યા હલ કરવા માટે પોર્ટલમાં હેલ્પડેસ્ક (Helpdesk) પણ વિકલ્પ ખોલ્યો છે. આ સાઇટની મુલાકાત લીધા બાદ ખેડૂતો આધાર કાર્ડ નંબર દ્વારા પણ પોતાનું ખાતું ખોલી શકે છે. જો તમને પીએમ કિસાન સન્માન નિધિને અરજી કર્યા પછી પૈસા મળ્યા નથી, તો તમે તમારી ભૂલો સુધારી શકો છો.

કોમન સર્વિસ સેંટર જવાની જરૂરિયાત નથી

આ Helpdesk માં ક્લિક કર્યા બાદ તમે આધાર નંબર, એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ જે પણ ભૂલ છે, તેને સુધારી શકો છો. જેમ આધાર નંબરમાં સુધાર, સ્પેલિંગમાં ભૂલ એવી તમામ ભૂલને ઠીક કરી શકાય છે. તે સિવાય તમારા પૈસા ક્યાં અટકાઈ ગયા છે, તેની પણ જાણકારી મળી જશે. જેથી તમે ભૂલને સુધારી શકાય તે માટે તમારે કોમન સર્વિસ સેંટર (CSC) પણ જવાની જરૂરિયાત નથી. તમે ઘર બેઠા આ સમસ્યાને ઠીક કરી શકો છો.

સોર્સ

RELATED ARTICLES

Most Popular

Recent Comments