Sunday, March 26, 2023
Home Know Fresh ASP ટિંકીના મોતથી પોલીસ ખાતામાં શોક

ASP ટિંકીના મોતથી પોલીસ ખાતામાં શોક

ASP ટિંકીના મોતથી પોલીસ ખાતામાં શોક

ASP ટિંકીના મોતથી યુપી પોલીસમાં શોક, 6 વર્ષમાં 47 કેસ ઉકેલવામાં કરી હતી મદદ

મુઝફ્ફરનગર પોલીસ વિભાગના ડોગ સ્કવૉડમાં તૈનાત સ્નિફર ડોગ ટિંકીનું બીમારીના કારણે મોત થયું છે. ટિંકી ડોગ સ્કવૉડમાં એડિશન એસપીના પદ પર તૈનાત હતી.
મોહ્દ દિલશાદ, મુઝફ્ફરનગરઃ મુઝફ્ફરનગર પોલીસ ડિપાર્ટમેન્ટમાં મંગળવારે ત્યારે શોકનું મોજું ફરી વળ્યું જ્યારે ડોગ સ્કવૉડમાં તૈનાત ફિમેલ સ્નિફર ડોગ ટિંકીનું મોત થઈ ગયું. વર્ષ 2014માં કોન્સ્ટેબલ તરીકે તેણે શરુઆત કરી હતી અને ત્યારથી ટિંકીના નામે એક મોટો રેકોર્ડ હતો. ગુનાને શોધી કાઢવાની તેનામાં ગજબની ક્ષમતા હતી, જેના કારણે છ વર્ષમાં તેને છ વખત પ્રમોશન મળ્યું હતું અને તે ખૂબ જ ઓછા સમયમાં ASP બની ગઈ હતી.

જે રીતે ડોગ સ્કવૉડના આઠ વર્ષીય સભ્યની તબિયત લથડી તે માટે મુઝફ્ફરનગર પોલીસ તૈયાર નહોતી. થોડા જ દિવસોમાં આંતરડાના ચેપના કારણે તે મૃત્યુ પામી. મંગળવારે સવારે પોલીસે તેમના સાથીને અંતિમ વિદાય આપી હતી.
જર્મન શેફર્ડ, ટિંકીને ગ્વાલિયરમાં આવેલી BSF એકેડેમીના નેશનલ ડોગ ટ્રેનિંગ સેન્ટરમાંથી ભરતી કરવામાં આવી હતી. સ્નિફર ડોગ તરીકે મુઝફ્ફરનગર તેની પહેલી પોસ્ટિંગ હતી. ‘તે હોંશિયાર, નિડર અને તેજસ્વી હતી. ડિપાર્ટમેન્ટ તેના કારણે 47 ગુનાહિત કેસો ઉકેલી શકી હતી’, તેમ મુઝફ્ફરનગર SSP અભિષેક યાદવે કહ્યું હતું. મંગળવારે મુઝફ્ફરનગર પોલીસ વિભાગે અંતિમ સંસ્કારનું આયોજન કર્યું હતું.

ટિંકી બીમાર પડી ત્યારથી તેને મેરઠ વેટરિનરી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી, તેના હેન્ડલર કોન્સ્ટેબલ મહેશ કુમાર તેને લઈને ખૂબ ચિંતિત હતા.

સોમવારે રાત્રે, જ્યારે તેમને જણાવવામાં આવ્યું કે ટિંકી રહી નથી તો તેઓ ભાંગી પડ્યા. ‘હું છેલ્લા છ વર્ષથી તેની સાથે હતો. અમે અવિભાજ્ય હતા’, તેમ તેમણે કહ્યું હતું. ટિંકીનો સ્વભાવ ફ્રેન્ડલી હતો. ‘તેને બાળકો સાથે રમવું ગમતું હતું’.
જ્યારે તેની ‘પોલીસ સ્કિલ’ની વાત આવે છે, ત્યારે તે ઘણીવાર આશ્ચર્યચકિત કરી દેતી હતી. ‘કોઈ ગુનાના 24 કલાકથી વધુ થવા પર શોધવું તે શ્વાન માટે શક્ય નથી. આ સામાન્ય મામલો છે. એક વખત 2017માં મુફ્ફરનગરના ભોપા વિસ્તારમાં આવેલા પારસોલી ગામમાં હત્યાની જાણ થયા બાદ લાશ મળી શકી નહોતી. ટિંકીએ સૂંઘ્યું અને અમે તેને ફોલો કરી’, તેમ આસિસ્ટન્ટ હેન્ડલર કોન્સ્ટેબલ ધરમ સિંહે જણાવ્યું હતું. ‘તે અમને તળાવ તરફ લઈ ગઈ, અંદર કૂદી અને તળાવમાંથી એક લાશને બહાર કાઢી. હત્યાના નવ દિવસ થઈ ગયા હતા. આ મામલે નિષ્ણાતોને પણ આશ્ચર્ય થયું હતું’.

હકીકતમાં, ચોરી, લૂંટ અને હત્યાના તેણે ઘણા એવા કેસો ઉકેલવામાં મદદ કરી હતી જેમાં આગળ જતાં કોઈ કડી મળે તેમ નહોતી. ‘એક વખત એક શખ્સ 10 દિવસથી ગાયબ હતો. તેની કોઈ ભાળ નહોતી. ટિંકી અમને એક સ્થળે લઈ ગઈ અને ત્યાંથી અમને તે શખ્સની લાશ મળી’, તેમ SSP યાદવે કહ્યું હતું. 2017માં જ્યારે પોલીસ રેલવેની સંપત્તિની ચોરી કરનારા ચોરોનો પીછો કરી રહી હતી, ત્યારે ટિંકીએ કંઈક અસાધારણ કામ કર્યું હતું. ‘તેણે 10 કિમી સુધી પીછો કર્યો અને છેવટે મંસૂરપુરથી અમે ચોરોને ઝડપી પાડ્યા. તેની ખોટ અમને વર્તાશે’, તેમ સિંહે કહ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments