એક યુવાન ભાવનગર થી ચોટીલા જવા રોડ પર સવારના સમયે પોતાની કાર લઈને જઈ રહ્યા હતા.
ભાવનગરથી શિહોર, સોનગઢ થઈને વાયા સણોસરા પહોંચતા સવારના સાતેક વાગ્યાનો સમય હતો. સણોસરા ગામમાં એક ૫૦-૫૫ વર્ષની ઉંમરના લાગતા વડીલે લીફ્ટ લેવા યુવાનની ગાડી તરફ હાથ ઉંચો કર્યો.
યુવાનને મનમાં થયુ કે ગાડી ખાલી છે તો વડીલને લીફ્ટ આપુ. એવા વિચારે યુવાને ગાડી ઉભી રાખતા વડીલ બાજુમાં આવ્યા અને યુવાને પુછ્યુ કે વડીલ કઈ બાજુ જવુ છે ?
વડીલ કહે વલ્લભીપુર જવુ છે.
યુવાન કહે હું ઢસા બાજુ જાવ છુ. પણ હું તમને રંઘોળા ચોકડી ઉતારી દઈશ, ત્યાંથી તમને વલ્લભીપુર ના વાહન મળી જશે. બેસી જાઓ ગાડીમાં.
વડીલ કહે સારુ.
એમ કહીને પાછળ ગયા અને થોડીવારમાં એક યુવાન દિકરીને લઈને આવ્યા અને ગાડીમાં બેસી જવા કહેતા દિકરી એ યુવાનની ગાડીમાં બેસી ગયા.
પરંતુ એ વડીલ ગાડીમાં ન બેઠા ત્યારે યુવાને વડીલને પુછ્યુ કેમ વડીલ તમારે નથી આવવુ ?
વડીલે યુવાનને સામો સવાલ કર્યો ?
તમારા હાવભાવ પોલીસ વાળા હોય એવા છે ! તમે પોલીસમાં છો ને ?
યુવાન કહે :- હા, હું પોલીસમેન છું.
વડીલે બીજો સવાલ કર્યો – તમે દરબાર છો ને ?
યુવાન કહે:- હા હું દરબાર છુ.
બસ તો પછી. મારે સાથે આવવાની કોઈ જરુર નથી. એક તો તમે દરબાર છો બીજુ તમે પોલીસ છો. પોલીસ વાળા ઉપર અને દરબાર બન્ને ઉપર મને પુરો ભરોસો છે એમાંય તમે તો to in One છો એટલે મારી દિકરીને તમે હેમખેમ ઉતારી દેશો એ ખાત્રી છે.
યુવાન પાસે કોઈ સવાલ પૂછવાનો મોકો જ ન હતો ! અને વડીલે મુકેલા વિશ્વાસ ઉપર એક પોલીસમેન અને ક્ષત્રિય તરીકે ગર્વનો અનુભવ થયો એટલે તેમને ગાડી ચલાવી.
થોડા આગળ જઈને યુવાને પેલા દિકરીને પુછ્યુ કે બેન તમારુ ક્યુ ગામ ? અને વલ્લભીપુર કોઈ કામ થી જાઓ છો?
તો પેલી દિકરી કહે ભાઈ સણોસરા મારુ સાસરુ છે અને વલ્લભીપુર મારુ પીયર છે. અને મને મુકવા આવેલા વડીલ મારા સસરા છે. મને મારા પિયર વલ્લભીપુર જાવ છુ઼.
પણ તો તમારા સસરા કેમ ન આવ્યા સાથે ?
તો કહે તમે લીફ્ટ આપી ત્યારે મારા સસરાએ મને કહ્યુ કે ગાડી વાળા ભાઈ પોલીસવાળા અને દરબાર હોય એવા લાગે છે. એટલે તમને હેમખેમ રંઘોળા ચોકડી ઉતારી દેશે. ત્યાંથી વલ્લભીપુર ના વાહન મળી જશે. અને પોલીસવાળા છે એટલે મને કોઈ ચિંતા નથી. એમ કહી તેઓ મારી સાથે ન આવ્યા.
યુવાનની છાતી ગજગજ ફુલવા લાગી. મનમાં એક હાશકારો થઈ ગયો અને ભગવાનને મનોમન પ્રાર્થના કરી કે પોતાના બાપદાદાની કિર્તી કાયમ આવી જ ચમકતી રહે અને પોલીસ અને ક્ષત્રિય તરીકેનો ભરોસો સમાજમાં કાયમ આવો જ જીવન પર્યંત રાખજે પ્રભુ.
સાવ સત્ય ઘટના છે. નામ નહિ જણાવવાની શરતે માત્ર નામ અને જગ્યા બદલાવેલ છે. Source :- Whatsapp Msg -અસ્તુ -જય માતાજી-