બનારસના એક કાર્યકમમાં મોદીએ ખુરશી હટાવી, મજૂરોની બાજુમાં જઈને નીચે બેઠા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ વારાણસીના કાશી વિશ્વનાથ કોરિડોરનું 13 ડિસેમ્બરે લોકાર્પણ કર્યું છે. લોકાર્પણ પહેલાં વડાપ્રધાન મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે,
જેમાં તેઓ વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટમાં કામ કરતા મજૂરો સાથે બેસતા દેખાય છે. હકીકતમાં મજૂરો સાથે બેસવા વિશે વડાપ્રધાન માટે ખુરશી મૂકવામાં આવી હતી,
પરંતુ વડાપ્રધાને ખુરશી પર બેસવાની ના પાડી દીધી હતી અને તેઓ પણ મજૂરોની સાથે તેમની હરોળમાં બેસી ગયા હતા.
તેમણે મજૂરોને પણ તેમની પાસે જ બેસવાનો ઈશારો કર્યો હતો. આ જોઈને મજૂરો પણ ખુશ થઈને તાળીઓ પાડવા લાગ્યા હતા.
વડાપ્રધાન મોદીએ વિશ્વનાથ ધામનું બાંધકામ કરનારા મજૂરો સાથે ભોજન પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે 100 વર્ષ પછી માતા અન્નપૂર્ણાની મૂર્તિ કાશીમાં પરત આવી ગઈ છે.
કોરોનાના સમયમાં કાશીમાં રહેતા લોકોએ અન્નના ભંડાર ખોલી દીધા હતા. વડાપ્રધાન સાથે જમતા મજૂરો પણ ખુશ દેખાતા હતા.