એક વર્ષ પૂર્ણ : ભાવનગરમાં ફૂટપાથ પર રહેતા પરિવારોના બાળકો માટે ચાલતી શાળા…
ગાંધી જયંતિ 2019 ના પવિત્ર દિવસે 12 ભાઈબંધો સાથે શરૂ થયેલી ભાઈબંધની નિશાળ આજે 1વર્ષ ની થઈ, સાથે હું અને મારા ભાઈબંધો પણ 1 વર્ષ મોટા થયા.
આ એક વર્ષ દરમ્યાન, મને અને મારા આ ભાઈબંધો (વિદ્યાર્થીઓ) ને આપ સૌ વિદ્વાનો-શ્રેષ્ઠીઓ-
સહયોગીઓ-માર્ગદર્શકોનો નિરંતર પ્રેમ મળ્યો છે..
તે બદલ અમો સદાય આપના ઋણી છીએ,આ ઋણ સદાય વધતું રહે તેમજ ભવિષ્યમાં પણ આપનો હ્રદયસ્પર્શી પ્રેમ મળતો રહે એજ અભ્યર્થના.
આ નિશાળ ની શરૂઆત માં મને આ ભાઈબંધો દ્વારા ગાળો સાથે અનેક પ્રકારના દુષણોનું શિક્ષણ આપવામાં આવ્યું,
તેના બદલામાં મેં એ લોકો ના શક્યતઃ કુસંસ્કારો સાથે મિથ્યા જ્ઞાનને ડીલીટ કરી અક્ષર જ્ઞાન,મંત્ર જ્ઞાન,રમત-ગમત,વ્યવહાર કુશળતા,સહિત વિભિન્ન વિષયોનું જ્ઞાન આપસૌ ના માર્ગદર્શન અને આશીર્વાદ થી આપવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે જે નિરંતર ચાલતો રહેશે.
આજ સુધીમાં આ ભાઈબંધો કક્કો, 100સુધી એકડા, 5સુધી ઘડિયા, લેખન જ્ઞાન, 7 મંત્રો, રાષ્ટ્ર આરાધના, આંશિક વ્યવહારિક જ્ઞાન, ભારતીય બેઠક માં મંત્ર સાથે ભોજન અને જયહિંદ સાથે વિદાય શીખી ગયા છે.
હાલ covid19 ના સંદર્ભમાં શાળાકીય કાર્ય ટૂંક સમય માં સરકારશ્રીની સૂચના અનુસાર શરૂ થશે પણ તેમને સાંજે 1 વખત ભોજન આપવાનો યજ્ઞ શરૂ છે.
ટૂંક સમયમાં જ ફરી પાછા આ ભાઈબંધો સાથે શિક્ષણ સાથે નિયમિત મોજ કરીશું.
નિશાળના સંચાલક.. ડો. ઓમ ત્રિવેદી, મોબાઈલ નંબર- 9924343536
અમારા દ્વારા બનાવેલ, આ નિશાળની મુલાકાતનો વિડીઓ તમે નીચે જોઈ શકો છો..