સરકાર પ્રભાશંકર પટણીને મદ્રાસના ગવર્નરપદે નિમણુક કરવાની હતી
ઈ. સ. ૧૯૧૯ની ૧૭મી જુલાઈએ ભાવસિંહજી બીજાનું અવસાન થતાં, તેમના પુત્ર કૃષ્ણકુમારસિંહજી તેમના ઉત્તરાધિકારી બન્યા.
પરંતુ પાટવીકુંવર કૃષ્ણકુમારસિંહજી સગીર હોવાને કારણે કાઉન્સિલની નિયુક્તિ કરવાનું અગ્રેજ સરકારે ઠરાવ્યું.
કાઉન્સિલમાં એડમિનિસ્ટ્રેટર તરીકે રાજ્યના માજી દીવાન પ્રભાશંકર પટ્ટણીને નિયુક્ત કરવા ભાવનગરની પ્રજા તથા રાજકુટુંબના સભ્યોએ વાઈસરોય તથા ભારતમંત્રીને તાર કર્યો હતો.
તેની એક નકલ પ્રભાશંકર પટ્ટણીને પણ મોકલી. એ સમયે સરકાર પ્રભાશંકરને મદ્રાસ પ્રાંતના ગવર્નરપદે મૂકવા વિચારી રહેલ હતી.
પણ પ્રભાશંકરને એ પદ ન સ્વીકારતાં, ભાવનગર રાજ્યનું વાલીપણું સ્વીકાર્યું.
કારણ પૂછતાં સરકારને તેમણે જણાવ્યું, “ ભાવસિંહજી મહારાજની ઈચ્છા હતી કે તેમના પાટવી કુંવર મારા હાથતળે ઊછરે.
હવે જ્યારે એ નામદારની હયાતી નથી, ત્યારે મારી પહેલી ફરજ એ છે કે, મારે ભાવનગર જવું.
વહીવટકર્તા તરીકે પ્રભાશંકર પટ્ટણીની નિયુક્તિ પછી ઈ. સ. ૧૯૨૧માં બાળ મહારાજ઼ કૃષ્ણકુમારસિંહજીના અભ્યાસ માટે સરકારે રૂ.૧૨૦૦ ના માસિક પગારે ટયુટર તરીકે મેજર ઈ. સી. લેન્ટેજનની નિમણુક કરી હતી..
સંદર્ભ – ભાવનગર રાજ્ય પ્રજાપરિષદ અને પ્રજાકીય ચળવળો.