Tuesday, October 3, 2023
Home Bhavnagar રાજીનામું ખિસ્સામાં રાખીને ચાલનારો માણસ પ્રભાશંકર પટ્ટણની ખાસ વાતો, એય પટણા! હું...

રાજીનામું ખિસ્સામાં રાખીને ચાલનારો માણસ પ્રભાશંકર પટ્ટણની ખાસ વાતો, એય પટણા! હું તારા ભાવનગરનો છું, થોડાક રૂપિયા તો આપતો જા!”

આપણને ખ્યાલ જ છે કે રાજાશાહીમાં ભાવનગર રાજ્ય પ્રગતિ, પ્રજા પ્રત્યેની ઉદાર ભાવના અને સુંદર વહીવટના કારણે વખણાતું હતું. આઝાદી કાળના ભાવનગરના બે મહાન મોભી રાજપુરુષોનું નામ આજે પણ લોકોના મનમાં છે  અને સૌ આદરપૂર્વક લે છે. એક તો ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ અને બીજા ભાવનગરના દિવાન સાહેબ (પ્રધાન) સર પ્રભાશંકર પટ્ટણી!

સર પ્રભાશંકર પટ્ટણી જેવો રાજકાજમાં અદ્ભુત કુશળતા ધરાવનાર વિદ્વાન રાજપુરુષ હતા અને ગુજરાતના આધુનિક ઇતિહાસમાં બીજો કોઈ આવા થયા નથી!

ફોટો સોર્સ –

ભાવનગર રાજ્યના દિવાન સર પ્રભાશંકર પટ્ટણી નો જન્મ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં, ૧૮૬૨માં, મોરબી ખાતે થયો હતો. તેઓ તેમની દુરંદેશી, વાકપટ્ટુતા, વ્યક્તિત્વ માટે ઓળખાતા હતા. બ્રિટીશરાજથી છાનાં તેમણે પ્રખર ક્રાંતિકાર પૃથ્વીસિંહ આઝાદને ૧૨ વર્ષ સુધી ભાવનગરમાં અજ્ઞાતવાસ આપ્યો હતો. તેઓ લોકશાહીના સમર્થક હતા. ૧૯૨૪માં તેમણે પ્રથમ સાવરકુંડલા મહાલમાં પંચાયતી રાજ્યનો સફળ પ્રયોગ કર્યો હતો અને પછી તે મુજબ વહિવટી વ્યવસ્થા રાજ્યભરમાં સ્થાપવા કાયદો કર્યો હતો.

આ દરમિયાન, ૧૯૧૨માં બ્રિટીશ રાજ્યના ખાસ આગ્રહથી તેમણે મુંબઇ ગવર્નરની એક્ઝિક્યુટીવ કાઉન્સીલનું સભ્યપદ સ્વિકાર્યુ, ગોળમેજી પરિષદમાં જઈ આવ્યા, સાથે ગાંધીજીને પણ આમંત્ર્યા. સરકારે તેમને સરનો ખિતાબ આપીને તેમની સુંદર સેવાઓ માટે બહુમાન કર્યું.

ફોટો સોર્સ –

“એય પટણા! ઊભો રહે!”

એય પટણા! ઊભો રહે: વાત એ વખતની છે જ્યારે પ્રભાશંકર પટ્ટણી ભાવનગરના દિવાન હતા. એક વખત તેઓ મુંબઈ ગયા. તેમના એક મિત્ર સાથે મુંબઈની સડક પર ચાલતા જઈ રહ્યા હતા. ત્યાં અચાનક જ પાછળથી એક ઉધ્ધતાઈ ભર્યો તોછડો અવાજ આવ્યો,

પાછળ ફરીને જોયું તો એક ચીંથરેહાલ ભિખારી જેવો માણસ ઊભો હતો! સર પટ્ટણીનો મિત્ર મનમાંને મનમાં સમસમી ગયો. આ ભિખારી જેવા માણસને ભાન પણ છે કે તે કોની સાથે વાત કરી રહ્યો છે? જેની સામે અંગ્રેજ લાટસાહેબોથી માંડીને ગાંધીજી સુધીના ખેરખાંઓ અદબથી પેશ આવે છે એ પ્રભાશંકર પટ્ટણીને આ માણસ ‘પટણા’ કહી રહ્યો છે!

પણ પ્રભાશંકર પટ્ટણી તો પેલા માણસની પાસે ગયા અને વિનયપૂર્વક પૂછ્યું,

“બોલ ભાઈ!”

“પટણા! હું તારા ભાવનગરનો છું. અહીં મુંબઈમાં આવીને બહુ દુ:ખી થઈ ગયો છું. મને કંઈક પૈસા આપ, પટણા!” ફરીવાર એટલી જ ઉધ્ધતાઈ વાપરીને એણે પ્રભાશંકર પટ્ટણી પાસે માંગણી કરી.

પણ પ્રભાશંકર પટ્ટણીએ એની તોછડાઈને જરા પણ ધ્યાનમાં લીધા વગર ખીસ્સામાંથી ૧૦૦ રૂપિયાની બે નોટ કાઢીને આપી. વધારામાં કહ્યું પણ ખરું કે,

” આ લે ભાઈ! હમણાં તો મારી પાસે આનાથી વધારે નથી.”

“ઠીક છે.” કહીને પેલો માણસ તો ચાલતો થયો!

એના ગયા પછી પેલા મિત્રએ પટ્ટણીસાહેબને મીઠો ઠપકો આપ્યો,

“સર! જેને બોલવામાં ભાન નથી એ માણસને તમે ૨૦૦ રૂપિયા આપી દીધા?”

પ્રભાશંકર પટ્ટણીએ જવાબ આપ્યો, “ભાઈ! મારી પ્રજા મને ગમે તે નામે બોલાવે પણ એને મદદ કરવી એ મારી ફરજ છે.”..

https://i0.wp.com/historyliterature.files.wordpress.com/2015/08/wpid-dula-bhaya-kag11.jpg?w=336

ફોટો સોર્સ –

આવી અક્ષુણ્ણ વિનમ્રતા આ માણસમાં હતી! આજે દેખાય છે ભારતભરમાં આવો કોઈ રાજપુરુષ? ના! પ્રભાશંકર પટ્ટણી તો થઈ ગયા, એ હવે ના થાય! ૧૯૩૮માં હરિપુરાના કોંગ્રેસ અધિવેશનમાં જતા પ્રભાશંકર સાહેબનું ટ્રેનમાં અવસાન થયું અને એમના નિધનના સમાચાર સાંભળીને દુલા ભાયા કાગની કલમ રોઈ પડી:

કોઇ રો’શો મા માવડીને રો’શો મા બેનડી,

એ દાઢીવાળાને મેં જીવતો દી’ઠો….!

RELATED ARTICLES

Most Popular

Recent Comments