Wednesday, March 22, 2023
Home Ajab Gajab હૈયું વલોવી નાખે તેવો પ્રાણી ક્રૂરતાનો બનાવ

હૈયું વલોવી નાખે તેવો પ્રાણી ક્રૂરતાનો બનાવ

હૈયું વલોવી નાખે તેવો પ્રાણી ક્રૂરતાનો બનાવ

તમિલનાડુના મસિનાગુડી ખાતે હૈયું વલોવી નાખે અને સાથોસાથ પારાવાર ગુસ્સો જન્માવે તેવો પ્રાણી ક્રૂરતાનો બનાવ બન્યો છે.

ત્યાંના એક રિસોર્ટમાં પાસેના જંગલમાંથી એક હાથી ચડી આવ્યો. હાથીને ડરાવીને ભગાડવા માટે રિસોર્ટના માણસોએ એક સળગતું ટાયર તેના પર ફેંક્યું. પરંતુ થયું એવું કે તે ટાયર નીચે પડી જવાને બદલે હાથીના એક કાનમાં ફસાઈ ગયું અને હાથીનું શરીર ભડભડ સળગવા લાગ્યું.

ગંભીર રીતે દાઝી ગયેલો હાથી કારમી પીડા સાથે ભાગતો રહ્યો. પાછળથી જોકે પ્રાણીપ્રેમીઓએ તે આગ બુઝાવીને હાથીને સારવાર માટે લઈ જવાની ક્વાયત હાથ ધરી, પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયેલું. હાથી રસ્તામાં જ મૃત્યુ પામ્યો.

પોલીસે આ ઘટનામાં સામેલ રિસોર્ટ માલિક અને તેના એક માણસની ધરપકડ કરી છે, જ્યારે એક વ્યક્તિ હજી ફરાર છે. કોઈને પણ અરેરાટી થઈ જાય એવી આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ છે,

ગયા વર્ષે જૂન મહિનામાં કેરળના પલક્કડમાં પણ આવી જ ઘટના બની હતી, જેમાં કેટલાક હેવાનોએ એક ગર્ભવતી હાથણીને વિસ્ફોટકો ભરેલું નાળિયેર ખવડાવી દીધું હતું,

જે તેના મોંમાં ફાટ્યું હતું. તેમાં તે હાથણી અને તેના ગર્ભસ્થ શિશુનું દર્દનાક મોત થયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments