Tuesday, January 31, 2023
Home Ajab Gajab 31 વર્ષના આ યુવાન તલાટીમાંથી IPS બન્યા અને એ પણ ૬ જ...

31 વર્ષના આ યુવાન તલાટીમાંથી IPS બન્યા અને એ પણ ૬ જ વર્ષમાં, અમરેલીમાં મળ્યું પહેલું પોસ્ટિંગ..

રાજસ્થાનનો એક યુવાન તલાટી, સબ ઈન્સ્પેક્ટર, જેલર, પ્રાથમિક શાળાનો શિક્ષક, કૉલેજ લેક્ચરર અને રાજ્ય સરકારનો રેવન્યુ ઑફિસર બને એ વાત માનવામાં આવે ખરી? આટલું જ નહિ, હિંદી મિડિયમમાં સિવિલ સર્વિસની પરીક્ષા ક્રેક કરીને તે ગુજરાતમાં IPS ઑફિસર પણ બન્યો.

ફિલ્મી લાગતી આ અદભૂત કહાની છે 31 વર્ષના પ્રેમ સુખ ડેલુની. તે આ વર્ષે ગુજરાતના અમરેલી જિલ્લામાં આસિસન્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (ASP) તરીકે જોડાયા છે. તે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોના સિદ્ધાંતમાં માને છે.

ડેલુનો જન્મ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના એક ખેડૂતના પરિવારમાં થયો હતો. ચાર ભાઈ-બહેનમાં તે સૌથી નાના છે. નાની ઉંમરથી જ તે સરકારમાં ટોચના અધિકારી બનવા માંગતા હતા. ઈતિહાસમાં MA પાસ કર્યા બાદ તેમને 2010માં તલાટીની નોકરી લાગી.

રોજ પાંચ કલાકનો અભ્યાસ કરીને તેમણે એક પછી એક સરકારી પરીક્ષાઓ પાસ કરી. ડેલુ યાદ કરે છે, “મારા માતા-પિતા બહુ ભણેલા નહતા છતાંય અમારા પરિવારમાં શિક્ષણને પ્રાથમિકતા આપવામાં આવી હતી. મારો મોટો ભાઈ રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલ છે. તેમણે મને પ્રતિસ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરવાની પ્રેરણા આપી.” તલાટી બન્યા બાદ એ જ વર્ષે ડેલુએ ગ્રામ સેવકની પરીક્ષા પાસ કરી અને આસિસ્ટન્ટ જેલર માટેની પરીક્ષામાં આખા રાજ્યમાં પહેલો નંબર મેળવ્યો. 2011માં તેમણે પ્રાઈમરી અને સેકન્ડરી ટીચર માટેની પરીક્ષા ક્લીયર કરી. 2013માં રાજસ્થાન પોલીસના સબ ઈન્સ્પેક્ટર અને હાયર સેકન્ડરીના ટીચર બંનેની પરીક્ષા પાસ કરી.

ડેલુ જણાવે છે, “પછીના વર્ષે મેં બી.એડ પાસ કર્યું અને કૉલેજ લેક્ચરર તરીકે નોકરી મેળવી. પરંતુ મારી યાત્રા તો ચાલુ જ હતી. મેં રાજ્ય સરકારની પરીક્ષા આપી પરંતુ 1 નંબર માટે ચૂકી ગયો. મને રેવન્યુ સર્વિસ મળી. પણ જે થાય તે સારા માટે થાય. મેં હિંમત ન હારી અને 2015માં UPSCની પરીક્ષા આપી.” તેમણે હિન્દી મીડિયમ મેઈનમાં પરીક્ષા આપીને 2016ની બેચમાં 170મો ક્રમ મેળવ્યો. ડેલુ કહે છે કે સરકારી નોકરી માટે તેમણે આપેલી અઢળક પરીક્ષાઓ તેમને સમાજને સમજવામાં ઘણી મદદ કરી છે.

તેઓ કહે છે, “મારા આસિસ્ટન્ટ જેલર અને સબ ઈન્સ્પેક્ટર તરીકેના અનુભવને કારણે હું પોલીસકર્મીઓની તકલીફો સારી રીતે સમજી શકું છું. રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં મારા અનુભવે મને જમીન અને સંપત્તિના વિખવાદના કેસ સમજવાની દૃષ્ટિ આપી. શિક્ષણમાં મારા અનુભવોને કારણે હું ગુના અને સમાજને વધુ સારી રીતે સમજી શકું છું.”

ડેલુએ 2019માં એક નહિ બે વાર ગુજરાત પોલીસનું પ્રતિનિધિત્વ કર્યું છે. તે આ ઓક્ટોબરે સ્ટેચ્યુ ઑફ યુનિટી પરેડમાં તે કમાન્ડન્ટ હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં તેમણે આખા દેશના યુનાઈટેડ પોલીસ ફોર્સને કમાન્ડ આપ્યા હતા.

આ મહિનાની શરૂઆતમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુઓ ગુજરાત પોલીસને પ્રેસિડન્ટ કલર્સથી સન્માનિત કરી ત્યારે કરાઈ ખાતે ગુજરાત પોલીસ એકેડમીમાં ડેલુએ જ ગુજરાત પોલીસનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ડેલુ જણાવે છે, “હું નસીબદાર છું કે આટલી મોટી ઈવેન્ટ પર અને આટલા ટૂંકા ગાળામાં મને ગુજરાત પોલીસનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો.

” 15 ડિસેમ્બરે સિનિયર IPS અધિકારીઓ અને માતા-પિતાની હાજરીમાં તેમણે પરેડ પછી ગ્રાઉન્ડ ઉપર જ સગાઈ કરી લીધી હતી. આથી આ દિવસ તેમના માટે વધારે યાદગાર બની ગયો છે.

ડેલુની છબિ એક સંવેદનશીલ અને આધુનિક વિચારધારા ધરાવતા પોલીસ ઑફિસર તરીકેની છે. તે એક IPS તરીકે ખૂબ ખુશ છએ. આમ છતાં તે UPSC ક્રેક કરીને ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસિસ (IAS) બનવાનું લક્ષ્ય ધરાવે છે. તેઓ કહે છે, “પોલીસ ઑફિસર તરીકેની મારી નોકરી મારો ઘણો સમય માંગી લે છે આથી હવે સાથે સાથે ભણવું અઘરુ થઈ ગયુ છે.”

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments