Wednesday, March 22, 2023
Home Useful Information ATM પર છપાવો તસ્વીર

ATM પર છપાવો તસ્વીર

ATM પર છપાવો તસ્વીર

ઘણી વાર બેંક એટીએમ ડેબિટ કાર્ડ પર પોતાની મનપસંદ તસ્વીર અથવા ફરી પોતાની તસ્વીર લગાવવાની સુવિધા આપે છે. આ પ્રકારનું કાર્ડ બનાવવા માટે બેંક ગ્રાહકો પાસેથી ચાર્જ વસુલે છે. જો કે હવે ભારતીય સ્ટેટ બેંકે પણ બાળકો માટે તેમની તસ્વીર વાળુ એટીએમ કાર્ડ બહાર પાડવા માટેની સુવિધા ચાલુ કરી દીધી છે. તેમાં મિનિમમ બેલેન્સની પણ કોઇ ઝંઝટ નહી હોય.

પહેલું પગલું અને પહેલી ઉડાન સ્કીમ હેઠળ બેંકના બાળકોના ખાતા ખોલે છે. આ ખાતા હેઠળ જ બાળકોનાં નામથી એટીએમ કાર્ડ બહાર પાડવામાં આવે છે. બાળકો જે એટીએમ અથવા ડેબિટ કાર્ડ આપવામાં આવે છે તેના પર બાળકની પોતાની તસ્વીર હોય છે. આ ખાતા પર મળેલા એટીએમ કાર્ડથી 5000 રૂપિયા ઉપાડવાની અને તેટલા જ રૂપિયાના શોપિંગની સુવિધા પણ મળે છે.

ચાર ટકા વ્યાજ ચુકવાશે
અત્રે ઉલ્લેખનીય છે કે, બાળક 2000 રૂપિયા સુધીનું ચુકવણી કે ટોપઅપ કરાવી શકે છે. આ બંન્ને ખાતા પર 4 ટકા વ્યાજ જે બચત ખાતા જેટલું જ ગણાશે. આ બેંક એકાઉન્ટમાં બાળકો ઇન્ટરનેટ બેકિંગ, મોબાઇલ બેકિંગ, એટીએમ કાર્ડ, ચેક બુક ફેસિલિટી જેવી સુવિધાઓ પણ આપવામાં આવે છે. આ એકાઉન્ટા 2 પ્રકાર છે. એક એકાઉન્ટ 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે અને Pehli Udaan 10 વર્ષથી મોટા બાળકો માટે જે Uniformly Signature કરી શકે છે તેમના માટે.

માતા પિતા સાથે ખુલી શકે છે ખાતુ
પહેલું પગલું ખાતા હેઠળ કોઇ પણ બાળક કે કિશોર પોતાનાં માતા પિતા સાથે જોઇન્ટ એકાઉન્ટ ખોલી શકે છે. સાથે જ આ ખાતાનું ઓપ્રેશન માતા પિતાની સાથે બાળક પણ કરી શકશે. તેઓ પહેલા ઉડાનમાં માત્ર 10 વર્ષથી વધારેની ઉંમરના કિશોરનાં નામ પર જ ખાતા ખોલી કાય છે. આ ખાતાનું સંચાલન પણ બાળકો પોતે જ કરી શકશે. ખાતુ ખોલવા માટે કેવાયસી કરાવવું જરૂરી છે. આ ખાતામાં મહત્તમ 10 લાખ રૂપિયા જમા કરાવી શકાશે. આ ખાતા ધારક બાળકનાં નામની ચેકબુક પણ અપાશે.

સોર્સ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments