ધન્ય છે ભારતની આ નારીને!
ધન્ય છે ભારતની આ નારીને!, 22 દિવસની બાળકીને ખોળામાં બેસાડી ફરજ નિભાવી રહ્યાં છે IAS સૌમ્યા પાંડે..
ઉત્તર પ્રદેશના ગાજિયાબાદથી કર્તવ્ય પથનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. જ્યાં એક મહિલા IAS અધિકારી પોતાની બાળકીને સાથે ફરજ બજાવી રહ્યાં છે.
વાત જાણે એમ છે કે, મોદીનગરના SDM સૌમ્યા પાંડેએ થોડા દિવસ આગાઉ દીકરીને જન્મ આપ્યો છે. કોરોના સંકટને કારણે તેઓએ માત્ર 22 દિવસની મેટરનિટી લીવ મૂકી હતી.
જોકે, કામ પ્રત્યેની નિષ્ઠાને કારણે તેઓ માત્ર 12 દિવસમાં જ ફરી ફરજ પર હાજર થઈ ગયા હતા. તેઓ બાળકીને ઓફિસે સાથે લાવી રહ્યાં છે.
SDM ઑફિસર સૌમ્યા પાંડે ઓફિસનું કામ પણ કરી રહ્યા છે અને સાથે જ દીકરીની સારસંભાળ પણ રાખી રહ્યા છે. તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠા જોઈને લોકો ખૂબ જ વખાણ કરી રહ્યાં છે.
તેઓની તસવીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં તેઓ ખોળામાં બાળકીને રાખીને કામ કરી રહ્યાં છે.
મૂળ પ્રયાગરાજના સૌમ્યા પાંડે 2017ની બેચના IAS ઓફિસર છે. પોસ્ટિંગ પછી તેઓ સતત લોકોની મદદ કરતા રહ્યા છે.
ઑફિસર સૌમ્યા પાંડે કહે છે કે, જે પદ પર તેમને જવાબદારી સોંપવામાં આવી છે તેની સાથે ન્યાય કરવો એ પહેલી જવાબદારી છે. ગાઝિયાબાદ જિલ્લા તંત્રએ તેમને પરિવારની જેમ સાથ આપ્યો છે. એટલે તેમનું કર્તવ્ય બને છે કે,
માતાનો ધર્મ નિભાવવાની સાથે પોતાની જવાબદારી પણ નિભાવવી.
તેઓએ જણાવ્યું કે, પોતાના અધિકારીઓ અને કર્મચારીઓનો સહયોગ પણ સતત મળી રહ્યો છે. અધિકારીઓ પણ તેમનો જુસ્સો વધારી રહ્યા છે,
તેમજ પોતાના જુનિયર કર્મચારીઓ પણ ભરપૂર સહયોગ આપી રહ્યાં છે.