Sunday, March 26, 2023
Home Application PUBG Mobile ના વેલકમ માટે થઈ જાવ તૈયાર

PUBG Mobile ના વેલકમ માટે થઈ જાવ તૈયાર

PUBG Mobile ના વેલકમ માટે થઈ જાવ તૈયાર

ભારત સરકાર તરફથી 200થી વધુ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા ખતરા અને યૂઝર્સનો ડેટા દેશથી બહાર સ્ટોર પર ચિંતા વ્યક્ત કરતા સરકારે PUBG Mobile ગેમ પર પણ બેન લગાવી દીધો હતો. પરંતુ આ ગેમ લાંબા સમયથી ભારતમાં પોપ્યુલર હતી અને કરોડો ગેમર્સ વાળો મોટો યૂઝરબેઝ ભારતમાં હતો.

PUBG Mobile ના વેલકમ માટે થઈ જાવ તૈયાર, ભારતમાં જલદી થઈ શકે છે વાપસી
નવી દિલ્હીઃ સાઇબર સિક્યોરિટી સાથે જોડાયેલા રિસ્કને જોતા જૂનના અંતમાં ભારત સરકાર તરફથી PUBG Mobile પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદથી ભારતમાં યૂઝર્સ આ ગેમને એપલ એપ સ્ટોર કે ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકતા નથી. પરંતુ છેલ્લા ઘણા મહિના બાદ બેટલ રોયલ દેમ ભારતમાં વાપસીની તૈયારી કરી રહ્યું છે. આ વાત TechCrunch ના રિપોર્ટમાં સામે આવી છે.

લેટેસ્ટ રિપોર્ટમાં TechCrunch એ બે સૂત્રોના હવાલાથી કહ્યું કે, PUBG Corpએ પાછલા કેટલાક સપ્તાહમાં ગ્લોબલ ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર સાથે વાત કરી છે અને ભારતીય યૂઝર્સનો ડેટા દેશમાં સ્ટોર કરવાનું કહ્યું છે. તેનો મતલબ છે કે PUBG Corp યૂઝર્સનો ડેટા ભારતમાં જ સ્ટોર કરી કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી ચિંતા સમાપ્ત કરવા ઈચ્છે છે. સંભવ છે કે ભારતમાં ડેટા સ્ટોર કરવાની શરત પર સરકાર તરફથી ગેમ પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments