સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun) ની ફિલ્મ ‘પુષ્પા: ધ રાઇઝ’ બોક્સઓફિસ સહિત વિશ્વભરમાં તાબડતોડ કમાણી કરી હતી. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનનો લુક્સ, તેના ડાયલોગ્સ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યા હતા.

ઈન્ડિયા લેવલ પર રિલીઝ થયેલી આ ફિલ્મને દુનિયાના ખૂણે ખૂણેથી પ્રેક્ષકો તરફથી અપાર પ્રેમ મળ્યો હતો. ત્યારે હવે ફેન્સ પુષ્પાના બીજા ભાગની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ વચ્ચે ફિલ્મ નિર્માતા દ્વારા 7 એપ્રિલના રોજ ‘પુષ્પા 2’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આવો જાણીએ ટ્રેલર કેટલુ દમદાર અને દર્શકોનો પ્રતિસાદ કેવો છે?

ટ્રેલરની શરૂઆત રસપ્રદ
ટ્રેલરની શરુઆત પુષ્પા તિરુપતિ જેલથી ફરાર થઈ ગયો હોય ત્યાંથી થાય છે. તેને 8 ગોળી વાગી છે સાથે જ તેના જીવિત રહેવાની આશા ના બરાબર છે. આ ખબર સામે આવતા જ ‘પુષ્પા’ના સમર્થકો રોષે ભરાયા છે.
જુઓ : ઑફિસિયલ પુષ્પા ૨ નું ટેઈલર
લોકો વિરોધ પ્રદર્શન કરીને જણાવી રહ્યા છે કે પુષ્પાની મદદથી કોઈ બાળકને નવું જીવન તો કોઈને રહેવા માટે છત મળી છે. એક તરફ પુષ્પાના ચાહકો તેના નારા લગાવી રહ્યા છે.તો બીજી તરફ પોલીસ તેમના પર લાઠીચાર્જ કરી અને પાણી વરસાવી રહ્યા છે. દરેકના મનમાં એક જ સવાલ છે, ‘પુષ્પા ક્યાં છે?’