આમ તો જોકે દીકરીના લગ્નમાં પિતા પર જવાબદારીઓ હોય છે. આ જવાબદારીઓનો થોડો બોજો ઓછો કરવા રાજકોટના આ સેવાભાવી યુવાનો હવે આવી ગયા છે. આ યુવાનોએ ઝીક્સ નામનું ગ્રુપ બનાવ્યું છે.
જેઓ પિતાને દીકરીના લગ્નના જમણવાર માટે ફ્રીમાં શાકભાજી ઘરે પહોંચાડે છે, તેમનો હેતુ પિતાની જવાબદારી ઓછી કરવાનો જ છે. આ ગ્રુપના સભ્યોને વોટ્સએપ, ફેસબુકસ ઈન્સ્ટાગ્રામ દ્વારા કંકોત્રી મોકલવાની રહેશે. કંકોત્રી મળ્યાની સાથે જ આ યુવાનો જમણવાર માટે શાકભાજી તેમના ઘરે પહોંચાડી છે, તે પણ ફ્રીમાં.
રાજકોટના ઝીક્સ ગ્રુપના યુવાનો આ નોખા વિચારની સાથે સેવા શરૂ કરી છે. રાજકોટ ઉપરાંત તે સમગ્ર રાજ્ય અને મુંબઈમાં દીકરીના લગ્ન હોય તો તેમના લગ્ન સ્થલ સુધી ફ્રી મા શાકભાજી પહોંચાડે છે. વોટ્સએપ, ફેસબુકસ ઈન્સ્ટાગ્રામ દ્વારા કંકોત્રીનો ફોટો મોકલવાનો રહે છે અને સાથે જ શાકભાજીનું લિસ્ટ પણ 1 મહિના પૂર્વે મોકલી આપવાનું રહે છે.
આ ગ્રુપના યુવાનોનું માનવું છે કે દીકરીના લગ્ન સમયે તેના પિતા અને પરિવારના લોકોની ચિંતા જરા ઓછી થાય તે માટે આ સેવાભાવી કામ કરી રહ્યા છે. આ યુવાનોની સેવાને ખાસ્સો આવકાર મળી રહ્યો છે. 6 દિવસમાં 10 હજાર બુકિંગ મળી ગઈ હોવાનું યુવાને જણાવ્યું છે. MBA કરનારા આ યુવાને સમાજની સેવા કરવા માટે આ નોખી સેવા શરૂ કરવાનું નક્કી કર્યું. જે સફળ થઈ રહી છે.
સેવાની કરવામાં રાજકોટની આ ટીમે જરા નોખો અંદાજ અપનાવ્યો છે. તેમની આ નિસ્વાર્થ સેવાનો ખુલ્લા દિલથી લોકો સ્વીકાર કરી રહ્યા છે અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાત માટે આ ગર્વની વાત છે.
50 સભ્યોની આ ટીમ ધીમે ધીમે હવે અન્ય રાજ્યોમાં પણ આ સેવા શરૂ કરવાનું વિચારી રહી છે. રાજકોટમાં ઝીક્સ ગ્રુપ RTO પાસે ગાર્ડન રેસ્ટોરાં ખાતે કાર્યરત છે..