Thursday, September 28, 2023
Home History વાત છે શેર સિંહ રાણાની ! આ વીર રાજપૂતના સાહસની ઘટના વાંચીને...

વાત છે શેર સિંહ રાણાની ! આ વીર રાજપૂતના સાહસની ઘટના વાંચીને તમે પણ પડી જશો આશ્વર્યમાં…

નમસ્તે મિત્રો, આજે અમે તમને ભારતના એક રાજપૂતની અદમ્ય સાહસ ની વાત કહેવા જઈ રહ્યા છીએ, જેને ભારતની સૌથી મોટી જેલમાં ફુલન દેવીની કે જે પહેલા ડાકુ હતી અને ત્યારબાદ સાંસદ બની ગયી હતી તેની હત્યાના આરોપમાં મોકલવામાં આવ્યો હતો, બાકીના કેદીઓની જેમ તે રાજપૂતનો ઇરાદો ડરી ડરી ને જીવન જીવવાનો નહોતો..

અને તિહાર જેલની ચાર દિવાલો તેને પોતાનો ઇરાદો પૂરો કરતા અટકાવી શકે તેમ ન હતી તે પોતાનો જીવ હથેળી પર રાખીને તે એક ખતરનાક દેશમાં ગયો અને ત્યાં તેણે પોતાનો લક્ષ્ય પૂરો કર્યો અને પોતાના વતન ભારત માં પરત ફર્યો આમાં ઘણા મિત્રો આ વ્યક્તિ ને જાણતા હશે જેનું નામ હતું શેર સિંહ રાણા હતું આજે અમે તમને તેમની એક સાહસની વાત કહેવા માંગીએ છીયે જે કોઈ ફિલ્મ સ્ટોરી થી કમ નથી.

શેરસિંહ રાણા ઉર્ફે પંકજ સિંહ નો જન્મ 17 મે 1976 ના રોજ ઉત્તર પ્રદેશના રૂરકીમાં થયો હતો, જ્યારે શેરસિંહ રાણા માત્ર ચાર વર્ષના હતા, ત્યારે 1980 ના દાયકામાં કુખ્યાત ડાકુ ફૂલન દેવીનો ડંકો વાગતો હતો ચંબલ ના કોતરોમાંમાં ફૂલન દેવીને મોત નું બીજું નામ માનવમાં આવતું હતું આજે પણ ચંબલના લોકો ફૂલન દેવીનું નામ સાંભળીને કંપી ઊઠે છે ફૂલનને the bandit queen તરીકે પણ ઓળખવામાં આવે છે

અને આજ નામથી બોલિવૂડ માં તેના પર એક ફિલ્મ પણ બની ગયેલી છે બહમાઇ ગામ ની અંદર ફૂલન દેવી એ 22 જેટલા રાજપૂત લોકોને એક લાઇન માં ઊભા રાખીને બંદૂક ની ગોળી વડે મોત ને ઘાટ ઉતારી દીધા હતા ત્યાર બાદ ફૂલન દેવીએ શરણાગતિ સ્વીકારી લીધી હતી અને જેલમાં 11 વર્ષ ગાળ્યા બાદ બહાર આવીને ફૂલન દેવી એ રાજકારણ માં જંપલાવ્યું અને સાંસદ બની ગયી.

એક દિવસે ચંબલ માં ભટકવા વાળી ફૂલન દેવી આજે દિલ્લીમાં અશોક રોડ પર આવેલા તેના શાનદાર બંગલોમાં રહેવા લાગી હતી, એક દિવસ શેરસિંહ રાણા ફૂલનને મળવા આવ્યા અને ત્યારબાદ તેણે ફૂલણને તેમના જ ઘરના ગેટ પર ગોળી મારી દીધી અને તેણે કહ્યું હતું કે મે આજે મે બહામાઇ ગામે મરેલા તેના રાજપૂત ભાઈઓના મોતનો બદલો લીધો છે, ફૂલન દેવીની હત્યાના બે દિવસ પછી,

શેરસિંહ રાણાએ દહેરાદૂન પોલીસની સામે શરણાગતિ સ્વીકારી હતી અને પોતાનો ગુનો સ્વીકાર્યો હતો, આથી કોર્ટે શેરસિંહ રાણાને જ્યાં સુધી કોર્ટ માં કેસ ચાલે ત્યાં સુધી તેમણે જેલ માં મોકલવાનો આદેશ આપ્યો રાણાએ કહ્યું કે તિહારની દીવાલો તેમને જાજા દિવસો રોકી શકસે નહિ અને સમય જતાં બન્યું પણ એવું અને લગભગ ત્રણ વર્ષ પછી, 17 ફેબ્રુઆરી, 2004 ના રોજ,

રાણા ભારતની સૌથી સલામત તિહાર જેલમાંથી ફિલ્મીશૈલીમાં છટકી ગયા ભારત ની સૌથી સુરક્ષિત ગણવામાં આવતી આ જેલમાંથી કોઈનું ભાગી જવું એ પોતાના માં એક મોટી વાત હતી, તેથી જ રાણા અચાનક સમાચારોની હેડલાઇન્સમાં આવી ગયા હતા.

તે દિવસે કઈક એવું બન્યું હતું કે પોલીસ યુનિફોર્મ પહેરેલા 3 અજાણ્યા લોકો તિહાર જેલમાં પહોંચ્યા અને તિહારના અધિકારીઓને કહ્યું કે તેઓ એક કેસના ની સૂનવાઇ માટે શેરસિંહ રાણાને હરિદ્વાર કોર્ટમા લઈ જવા માટે આવ્યા છે.તે તેની સાથે હાથકડી અને હરિદ્વાર કોર્ટ ના ઓર્ડર ની એક નકલ પણ લાવ્યા હતા તિહાર જેલના અધિકારીઓએ તે નકલ જોઈને શેરસિંહ રાણાને તેના બેરેકમાંથી બહાર કાઢી..

અને આ નકલી પોલીસને સોંપી દીધા હતા જેઓ શેર સિંહ રાણા ના સાથી હતા નકલી પોલીસ એટ્લે કે રાણા ના સાથિયો રાણા ને લઈને તરત જ નીકળી ગયા પછી, જ્યારે આ મામલો બહાર આવ્યો ત્યારે આખા તિહાડ જેલમાં દોડધામ મચી ગઈ હતી..

જોકે 2 વર્ષબાદ શેરસિંહ રાણા ની ધરપકડ કોલકાતામાથી કરાઈ હતી પરંતુ આ આ વાત રાણા ના જેલમાથી ફરાર થયા ના બે વર્ષ વચ્ચેની છે જેમ કે તમે બધા જાણો છો કે ભારતની ભૂમિએ ઘણા બહાદુર લોકોને જન્મ આપ્યો છે, તેમાંથી ધરતી માં નો એક પરાક્રમી પુત્ર, પૃથ્વીરાજ ચૌહાણ હતો,

જે ભારતના છેલ્લા હિન્દુ સમ્રાટ હતા, કંદહાર વિમાન હાઇ જેકના કિસ્સામાં તત્કાલીન વિદેશ પ્રધાન જસવંત સિંહ અફઘાનિસ્તાન ગયા હતા, ત્યારે મોહમ્મદ ઘોરી દ્વારા માર્યા ગયેલા પૃથ્વીરાજ ચૌહાણની સમાધિ અહી અફઘાનિસ્તાન માં છે આવી જાણ તેમણે તાલિબાન સરકાર દ્વારા કરવામાં આવી હતી અને આ સમાધિ મહમ્મદ ઘોરીની સમાધિની બાજુમાં જ આવેલી છે તે સમયે કબ્રસ્તાનમાં એક પરંપરા હતી કે જે લોકો કબ્રસ્તાનમાં આવે છે,

તેઓએ પહેલા જૂતાંથી પૃથ્વીરાજની સમાધિનું અપમાન કરવું પડશે, જ્યારે જસવંત સિંહ ભારત પરત ફર્યા અને આ બયાન જ્યારે તેમને મીડિયા પર આપ્યું હતું ત્યાર પછી ભારતભરની મીડિયા એ આ વાતને ખૂબ જ વધારી ચડાવી ને બતાવી હતી જેથી સામાન્ય લોકો અને બધા નેતાઑ પૃથ્વીરાજની અસ્થિને ભારત લાવવાની હિમાયત કરે છે, પરંતુ કોઈ પણ લોકો એ આ અસ્થિને પરત લાવવાવની કોશિશ કરી ન હતી પણ જ્યારે શેરસિંહ રાણાને આ વાતની ખબર પડી…

ત્યારે તેણે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના અસ્થિ સન્માન સાથે ભારત લાવવાની પ્રતિજ્ઞા લીધી હતી, જેલમાંથી ભાગી છૂટ્યા પછી, તે સૌ પ્રથમ રાંચિ ગયા અને ત્યાં તેમણે તેમનો બનાવટી પાસપોર્ટ મેળવ્યો ત્યારબાદ તે કોલકાતા માટે રવાના થયા કોલકાતા જઈને રાણા એ બાંગલાદેશ જવાના visa મેળવ્યા હતા રાણા ને બાંગ્લાદેશના visa મળ્યા બાદ તે બાંગ્લાદેશ પહોચી ગયા હતા, જ્યાં રાણાએ બનાવટી દસ્તાવેજોની મદદથી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો અને આ દરમિયાન તેમણે અફઘાનિસ્તાન જવાના visa પણ મેળવી લીધા હતા.

visa મેળવ્યા બાદ તેમણે અફઘાનિસ્તાનમાં પગ મૂક્યો ત્યારબાદ રાણા કાબુલ અને કંદહાર થઈને ગઝની પહોંચ્યા, જ્યાં મહમૂદ ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણની કબર બનાવવામાં આવી હતી શેરસિંહ રાણાએ ત્યાં એક મહિનો વિતાવ્યો અને પૃથ્વીરાજ ચૌહાણની સમાધિ શોધતા રહ્યા…

અને અંતે તેમને એ જગ્યા મળી કે જ્યાં પૃથ્વીરાજ ચૌહાણની સમાધિ બનેલી હતી ત્યાં પહોચીને શેરસિંહે એમની આખો થી પૃથ્વી રાજ ચૌહાણની સમાધિનું અપમાન થતું જોયું અને આ દ્રશ્ય રાણા એ તેમના કેમરામાં કેદ કર્યું અને પૃથ્વીરાજ ચૌહાણ ની અસ્થિને ભારત પરત લઈ જવા માટે એક યોજના ઘડી કાઢી એક દિવસ એવો આવ્યો જ્યારે રાણાએ તેમની યોજના મુજબ પૃથ્વીરાજની સમાધિ ખોદી અને તેના અવશેષોને આદર સાથે ભારતમાં લાવ્યા.આ આખી ઘટના ને અંજામ આપતા તેમને ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો.

રાણાએ આ આખી ઘટનાનો વીડિયો પણ બનાવ્યો જેથી તે પોતાની વાત સાબિત કરી શકે.ત્યારબાદ, રાણાએ તેની માતા ની મદદ થી ગાઝિયાબાદના પુલખુયા ગામ માં મંદિર બનાવ્યુહતું જ્યાં તેણે પૃથ્વીરાજ ચૌહાણ ની અસ્થિ પણ મૂકી હતી ત્યારબાદ જ્યારે રાણા કોલકાતા પાછા આવ્યા ત્યારે તેઓ એકવાર હિન્દી અખબાર લેવા ગયા, ત્યારે ત્યાની પોલીસને ખબર પડી કે કોઈ અહી હિન્દી અખબાર ખરીદે છે.

આમ દિલ્લી પોલીસે રાણા ને ગિરફતાર કરીને તેમને ફરી થી તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા તો શેર સિહ રાણાની અદમ્ય સાહસ અને વિરતાની કહાની તમને કેવી લાગી કે જેણે ભારતના વીર યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ ની અસ્થિઓ ભારતમાં લાવવાની પ્રતિજ્ઞા લીધી હતી જો આ પોસ્ટ વિષે તમારો કોઈ અભિપ્રાય હોય તો તમે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ માં જણાવી શકો છો…

RELATED ARTICLES

Most Popular

Recent Comments