રાજસ્થાન લઈ જવાના 40 હજાર માગ્યા, 3 દિવસ બાઈક મોડિફાઈ કરી, ૧૩૦૦ નું પેટ્રોલ ભરાવી 9 લોકો આત્મનિર્ભર રવાના થયા..
રાજકોટના મૂર્તિકામ કરતા પરિવારને આત્મનિર્ભર ગાડી બનાવીને 650 કિલોમીટર સુધીનો વતન પરત જવાનો પ્રવાસ શરૂ કર્યો.
અમદાવાદ આત્મ નિર્ભર ભારત અભિયાનનું આનાથી બીજુ શ્રેષ્ઠ ઉદાહરણ શું હોઈ શકે, !
મૂળ રાજસ્થાના પાલીનો આ શ્રમિક પરિવાર રાજકોટમાં રહીને મૂર્તિ બનાવવાનું કામ કરતો હતો.,
લૉકડાઉનના પગલે ધંધા રોજગાર બંધ થતા વતન જવા માટે પરિવારે લક્ઝરી બસના સંચાલકોનો સંપર્ક કર્યો તો તેમણે વતન લઈ જવાના રૂ. 40 હજાર કહ્યા.
ખિસ્સામાં માત્ર 2 હજાર રૂપિયા અને પરિવારમાં 9 સભ્યો. કેવી રીતે વતન પહોંચીશું. ?
આ સવાલ લઈને હાથ પર હાથ રાખીને બેસી રહેવાની બદલે પરિવારના મોભી સોમા ભાઈએ ૩ દિવસમાં પોતાના બાઈકને મોડીફાઈ કરી પાછલ ટ્રોલી લગાવી વતન માટે નીકળી પડ્યા.
રાજકોટથી 350 કિલોમીટરનું અંતર કાપી પહોંચેલા સોમાભાઈએ જણાવ્યું હતું કે, હવે 360 કિલોમીટરનું અંતર બાકી છે..
રૂ .1300ના પેટ્રોલમાં અમે અમારા વતન પહોંચી જશે . રસ્તામાં ૩ વખત બાઈકનું એક્સેલ તૂટી જતા તે રિપેર કરાવ્યું હતું..