Tuesday, June 6, 2023
Home Ajab Gajab રાજસ્થાનના આ યુવાને રચ્યો ઇતિહાસ, માત્ર 21 વર્ષની ઉંમરમાં બન્યા દેશના સૌથી...

રાજસ્થાનના આ યુવાને રચ્યો ઇતિહાસ, માત્ર 21 વર્ષની ઉંમરમાં બન્યા દેશના સૌથી નાની વયના જજ..

રાજસ્થાનના 21 વર્ષિય મયંક પ્રતાપસિંહે ઇતિહાસ રચ્યો છે. તે 21 વર્ષની ઉંમરે દેશના સૌથી નાની વયના જજ બનવા જઇ રહ્યા છે. મયંકે જણાવ્યું હતું કે તેમને આરજેએસ પરીક્ષાની તૈયારી કરતી વખતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે તેની રુચિથી લઈને સારા ન્યાયાધીશ બનવાની વાત કરી હતી..

મયંકે કહ્યું જણાવ્યું હતું કે પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ તેમને ખૂબ જ ખુશી થઈ રહી છે. મેં આશા વ્યક્ત કરી હતી કે પસંદગી થઈ જશે પરંતુ એવી અપેક્ષા નહોતી કે આટલું સારું પરિણામ આવશે. તે મારા અને મારા પરિવાર માટે ખૂબ જ આનંદની વાત છે. પરીણામ આવતા જ ઘરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું.

હું મારી કોલેજનો અભ્યાસ પૂરો કર્યા પછી અંતિમ વર્ષમાં હતો. તે પછી મેં તૈયારી શરૂ કરી, જેથી મારે ભણવામાં વધુ ધ્યાન આપવું પડ્યું. મે દરરોજ 11-12 કલાક મન લગાવીને અભ્યાસ કર્યો. લક્ષ્ય એ હતો કે પરીક્ષા નજીક આવે તે પહેલાં હું મારો અભ્યાસક્રમ સમાપ્ત કરી શકું અને પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકું.

21 વર્ષીય મયંક પ્રતાપે એમ પણ કહ્યું હતું કે રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા ન્યુનતમ વયમર્યાદા 23 થી ઘટાડીને 21 કરવી તેમના માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ હતી. પહેલી વાર જ્યારે ભરતી માટે સૂચના આવી હતી ત્યારે હું પરીક્ષા આપવા માટે યોગ્ય નહોતો. પરંતુ બાદમાં હાઈકોર્ટે ઉંમર ઓછી કરી દીધી અને હું યોગ્ય બન્યો. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. મને ખૂબ સારું લાગે છે કે મે પરીક્ષામાં સારો રેન્ક મેળવ્યો છે.

મયંકે કહ્યું કે તેમણે આ વર્ષે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તેમની પ્રેરણા વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે જ્યારે હું 12 મા ધોરણમાં હતો ત્યારે મને લાગતું હતું કે સમાજમાં ન્યાયની કેટલીક મહત્વની ભૂમિકા છે. અદાલતોમાં પેન્ડીંગ કેસો ખૂબ વધારે છે. હું તેમાં મારુ યોગદાન આપવા માંગતો હતો જેથી લોકોને ન્યાય આપી શકું. લગભગ મારા માટે તે જ પ્રેરણા બની જેના કારણે આ કર્યું.

તેમના મતે એક સારા ન્યાયાધીશ બનવા માટેનો ક્રાઇટેરિયા શું હોવો જોઇએ તેવો સવાલ પૂછતાં મયંકે કહ્યું કે સૌથી પહેલાં તો ઈમાનદારી જરૂરી છે. ઈમાનદારી કોઈપણ જાહેર સેવક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ઈમાનદારીથી જ લોકોનો ન્યાયતંત્ર પર વિશ્વાસ બની રહે છે.

મને લાગે છે કે સંવેદનશીલતા સામાજિક મુદ્દાઓ પ્રત્યે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મહિલાઓ અથવા બાળકોને લગતા નિર્ણયો આપવાના કિસ્સામાં મારુ માનવું છે કે ન્યાયાધીશ માટે બિન-ભેદભાવપૂર્ણ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ચૂકાદા માટે તેમને તમામ તથ્યોને ઉદ્દેશ્યથી જોવા પડે છે અને તે પછી ચુકાદો આપવાનો હોય છે. મને લાગે છે કે એક ન્યાયાધીશમાં આ ગુણો હોવા ખૂબ જ જરૂરી છે.

21 વર્ષની ઉંમરે ન્યાયાધીશ બનીને તેઓ તેની કારકિર્દી વિશે શું વિચારે છે તે અંગેના સવાલ પર મયંકે કહ્યું હતું કે મને લાગે છે કે હું રાજસ્થાન જ્યુડિશરી માટે વધુ સારો સાબિત થઈશ. નાની ઉંમરમાં પસંદ થવાનો એક માત્ર એ ફાયદો થશે કે મારી પાસે સેવા કરવા માટે ઘણો સમય હશે. મને લાગે છે કે મને લોકોની સેવા કરવા માટે વધુ સમય મળશે અને હું વધુ યોગદાન આપી શકીશ.

સોર્સ ન્યુઝ –

RELATED ARTICLES

Most Popular

Recent Comments