દેશી રિયાસતોના વિલીનીકરણ માટે ૫ જુલાઈ ૧૯૪૭ના રોજ સરદાર પટેલનાં નેતૃત્વમાં સ્વતંત્ર વિભાગની રચના કરવામાં આવી હતી. ૧૧ ઓગષ્ટ ૧૯૪૭ના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં સરદાર પટેલે તેમના ભાષણમાં રજવાડાંઓને ભારતમાં જોડાઈ જવા એલાન કર્યું હતું.
ત્યારબાદ જુનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર આ ત્રણ એવાં રાજયો હતા કે જે ભારત સંઘમાં જોડાવા માંગતા ન હતા, એ સિવાયના ૫૬૨ રજવાડાંઓ વિલીનીકરણના ખતપત્ર પર સહી કરી, સ્વેચ્છાએ ભારતમાં જોડાઈ ગયા હતા. જેમની સહી અને તારીખ અહી મૂકી છે,
જેમાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલએ સૌ પ્રથમ સ્વૈચ્છિક નિર્ણય લઈ, પોતાનું રજવાડું સૌથી પહેલા સોપ્યું હતું.
તે વખતે ગુજરાતમાં પણ કુલ ૩૫૦ રજવાડાઓ હતા જેમાંથી ૨૨૦ જેટલાં નાના-મોટા રજવાડાઓ સૌરાષ્ટ્ર વિસ્તારમાં હતા.
ત્યારબાદ ભારતનાં બીજાં બધા રજવાડાંઓએ પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પગલે ચાલી પોતાનું રાજય, જમીન-જાયદાદ બધું ભારતમાતાનાં ચરણોમાં સમર્પિત કરી દીધું.
ધન્યાવાદ છે આવા રજવાડાઓને કોટી કોટી વંદન—