Friday, December 1, 2023
Home Story ભાવનગર સ્ટેટ તખ્તસિંહજીએ રાજકોટમાં આજી નદી ઉપર કૈસરે હિંદ પુલ બંધાવવા આપ્યા...

ભાવનગર સ્ટેટ તખ્તસિંહજીએ રાજકોટમાં આજી નદી ઉપર કૈસરે હિંદ પુલ બંધાવવા આપ્યા હતાં આટલા રૂપિયા

ઈ.સ. ૧૮૭૭માં ઈંગ્લેન્ડના રાણી વિકટોરિયાને કૈસર-એ-હિન્દ (હિન્દની સામ્રાજ્ઞી) નું બિરૂદ આપવામાં આવ્યું ત્યારે દિલ્હીમાં વાઈસરોય લોર્ડ લિટને ભવ્ય દરબાર ભર્યો હતો.

આ મહાન પ્રસંગની સ્મૃતિમાં બ્રિટિશ સત્તા પ્રત્યેના પોતાના મૈત્રી ભાવને દર્શાવવા તખ્તસિંહજીએ રાજકોટમાં આજી નદી ઉપર કૈસરે હિંદ પુલ બંધાવવા માટે રૂપિયા ૧,૧૪,૦૦૦ આપ્યા હતા.કૈસરે હિંદ પુલ આજે પણ રાજકોટથી અમદાવાદ જવા માટેના મુખ્ય માર્ગ ઉપર આવેલો છે.

જ્યાં આજે પણ આ વાહન-વ્યવહારથી ધમધમે છે. આમ પોતે તો ભાવનગરના રાજ્યકર્તા હોવા છતાં રાજકોટમાં બે મહત્ત્વના બાંધકામો માટે તેમણે ખર્ચ આપ્યો હતો. (૧) રાજકુમાર કોલેજમાં એક વિંગ બાંધવા માટે રૂપિયા એક લાખ અને (૨) કૈસરે હિંદ પુલ બાંધવા માટે રૂ. ૧લાખ ૧૪હજાર,

આ બન્ને બાંધકામોનું ઉદ્ધાટન ૧૯-૮-૧૮૭૯ના કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ કર્નલ બાર્ટનના હસ્તે થયું હતું.’જૂન ૧૮૮૩માં તખ્તસિંહજીએ ઈંગ્લેન્ડના નોર્થબુકના કલબના ફંડમાં એક લાખ રૂપિયા આપ્યા હતા.

સંદર્ભ: ભાવનગર રાજ્યનો ઇતિહાસ

RELATED ARTICLES

Most Popular

Recent Comments