Thursday, November 30, 2023
Home Story રાણો રાણાની રીતે,અરે ભાઈ રાણા જેવો હવે પેદા પણ નહીં થઇ શકે,...

રાણો રાણાની રીતે,અરે ભાઈ રાણા જેવો હવે પેદા પણ નહીં થઇ શકે, જાણો રાણાનું આ બિરુદ કોણે મળ્યું હતું ?

આજ કાલ તો સૌ બોલી રહ્યા છે, મૂચ્છનો દોરો પણ ન ફૂટ્યો હોય અને લખી રહ્યા છે, રાણો તો રાણાની રીતે. અરે ભાઈ રાણા જેવો પેદા પણ ન થઇ શકે હવે…

હા, આ વાત છે જૂની ઐતિહાસિક વાત, આ રાણાનું બિરુદ રાજપુત ક્ષત્રિય વંશજોના ઝાલા અટકવાળા લખે છે, અને રાણાનું મહારાણા પ્રતાપે આપ્યું છે તે બિરુદ તેમણે એમને એમ નથી આપ્યું…

જેમાં મહારાણા પ્રતાપનો જીવ ઝાલા માનસિંહએ બચાવ્યો હતો તજેમાં ઝાલા માનસિંહએ પોતાના પ્રાણ યુદ્ધમાં આપી દીધા હતા, ત્યારે મહારાણા પ્રતાપ બોલ્યા હતા કે સાચો રાણા તો આ છે, એમ નામ ખિતાબ નથી મળ્યા…

મહારાણા પ્રતાપ જ્યારે હલ્દીધાટી યુધ્ધ અકબર સામે કરતા હતા વિરો કેશરીયા કરવાના હતા.. તે સમયે ગુજરાત ઝાલાવાડ 2300 પાદરના ધણી ઝાલારાજવી પરીવારના વિર પુરુષ ઝાલા માનસિંહજી ( મન્નાજી) પણ માત્રુ ભુમીની રક્ષા માટે લડતા સગા પ્રતાપસિંહને મદદ માટે મેવાડ પહોચ્યા હતા, મહારાણા પ્રતાપની જમણી બાજુ લડતા બંને સગા એક જ જેવા લાગતા હતા, ચેહરા અને વિર પણ હતા બેઉ.. જ્યારે ભયંકર યુધ્ધ લડાયુ માનસિહ ઝાલાની વિરતા સહુએ જોઇ વાહ વાહ કરી..

ત્યાર બાદ એક દિવસે મુગલોએ મહારાણા પ્રતાપને ઘેરી લિધા હતા અને મહારાણા પ્રતાપને બચવાનો રસ્તો ન હતો, ત્યારે માનસિંહજીએ મહારાણા પ્રતાપને બચાવા પોતાના પ્રાણ આપવાનુ નક્કી કર્યુ. અને પોતે મહારાણા પ્રતાપનું બખ્તર, મુગટ, ભાલો ધારણ કર્યો પછી મુગલો માનસિંહને મહારાણા પ્રતાપ સમજી તેમના ઉપર હુમલો કર્યો…

ભયંકર યુધ્ધ થયું અને પ્રતાપ બચીને બહાર નીકળી ગયા અને આ વિર માનસિંહ ઝાલા યુધ્ધમાં શહિદ થયા. તેથી આ રાણા પ્રતાપે રાણો- રાણા આ માનસિંહ ઝાલાને બિરુદ આપ્યુ ત્યારથી ઝાલાના વંશજો રાણા પણ લખે છે. વાત એ છે કે જીવ આપનાર વિરોને આ બિરુદ મળ્યું છે..

તેમના વંશજો ઝાલા – મકવાણા સગાઓ ભાણેજો રાણા લખાવી શકે. સાથે મદદ કરનાર બલિદાન દેનાર જે પ્રતાપની મદદ કરતા શહિદ થયા તે વંશજા લખાવે છે…

કલ્પેશસિંહ ઝાલા- ભાવનગર

RELATED ARTICLES

Most Popular

Recent Comments