એવું કહેવાય છે કે જ્યારે માણસ પાસે પૈસા અને પાવર આવી જાય પછી તેના તેવર બદલાતા જાય છે. નામ કમાયા પછી ખુબ ઓછા લોકો પોતાની હદમાં રહેતા હોય છે. કંઈક એવું જ જોવા મળ્યું છે રાનુ મંડલના કેસમાં. હાલમાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં રાનૂ મંડલ સાથે એક મહિલા સેલ્ફી લેવા માટે ગઈ અને રાનૂએ તેને હાંકી કાઢી.
રાનૂ મંડલે હવે પોતાના બાહ્ય સ્વભાવ સાથે અંદરના સ્વભાવને પણ બદલી નાખ્યો છે. રાનૂ મંડલ માર્કેટમાં કંઈક ખરીદી કરી રહી છે. ત્યારે તેની એક મહિલા ફેન પાસે આવે છે. રાનૂને જોતા જ એ મહિલા આનંદમા આવી જાય છે અને તેને હાથમાં ટચ કરીને બોલાવે છે અને ફોન પકડીને સેલ્ફી લેવાની તૈયારી કરે છે.
[su_youtube url=”https://www.youtube.com/watch?v=UirzFPveSO0″]
આ જોઈને જ રાનુ એ મહિલા પર બરાબરની ભડકે છે. રાનુ વિરોધ કરે છે કે તમે મને આ રીતે શા માટે ટચ કર્યું અને પકડી. વીડિયોમાં સાંભળી શકાય છે કે રાનૂએ કહે છે કે, આ રીતે ટચ કરનાનું, આ શું છે, મહિલા ફેન અજીબો ગરીબ પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો વાયરલ થતાં લોકોએ ખુબ ખરી ખોટી સંભળાવી છે. કોઈએ લખ્યું કે, રાનુને હવે અહંકાર આવી ગયો છે. કોઈએ કહ્યું, રાનુનો એટીટ્યુડ તો જુઓ. ઉલ્લેખનીય છે કે, ટ્રેન પર ગીત ગાઈને ગુજરાત ચલાવતી રાનુને પહેલા ગમે તે ટચ કરતા ત્યારે બધું નોર્મલ હતું પણ હવે હિમેશ રેશમિયાએ રાનું ને મોકો આપ્યા બાદ માર્કેટમાં રાનુંની વેલ્યૂ વધી ગઈ છે અને હવે તે નવા આલ્બમમાં પણ જોવા મળવાની છે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
Search – apnubhavnagar
@apnubhavnagar
#apnubhavnagar