Realme એ બુધવારે પોતાનો નવો સ્માર્ટફોન Realme 7i લોન્ચ કર્યો
Realme એ 7 સિરીઝનો આ કંપનીનો નવો ફોન છે. આ ફોનની મુખ્ય સુવિધાઓની વાત કરીએ તો તેમાં ક્વોડ રીઅર કેમેરા સેટઅપ, , વધારે રીફ્રેશ રેટ સાથેની સ્ક્રીન અને ઓકટા-કોર પ્રોસેસર શામેલ છે.
તે સિંગલ રેમ અને બે સ્ટોરેજ વેરિઅન્ટ્સ અને બે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
કિંમત
ભારતમાં રિયલમે 7iની કિંમત બેઝ 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટ્સ માટે 11,999 રૂપિયા છે. જ્યારે 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ્સ 12,999 રૂપિયામાં ખરીદી શકાય છે. ફોન ફ્યુઝન ગ્રીન અને ફ્યુઝન બ્લુ વિકલ્પોમાં આવે છે. Realme 7iનું વેચાણ 16 ઓક્ટોબરથી શરૂ થાય છે અને તે ફ્લિપકાર્ટ, રિયલમી ડોટ કોમ અને ઓફ લાઇન સ્ટોર્સ દ્વારા ખરીદી શકાય છે.
કેમેરા
ફોનના કેમેરાની વાત કરીએ તો કવોડ રીઅર કેમેરા સેટઅપ રીઅલમે 7 આઇમાં હાજર છે. તેમાં એફ / 1.8 લેન્સ સાથે 64 મેગાપિક્સલનો પ્રાથમિક સેન્સર, અલ્ટ્રા વાઇડ એંગલ એફ / 2.2 લેન્સ સાથે 8 મેગાપિક્સલનો સેન્સર, એફ / 2.4 લેન્સ સાથે 2 મેગાપિક્સલનો સેન્સર અને એફ / 2.4 અપર્ચર સાથે 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરો છે.
ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલ્સ માટે એફ / 2.1 લેન્સ સાથે 16 મેગાપિક્સલનો કેમેરો છે.