Saturday, December 9, 2023
Home Knowledge હિન્દુઓએ, સનાતન ધર્મમાં ફોલોવ કરવાવાળાએ ખાસ આ ધ્યાન રાખવું જોઈએ, અને RIP...

હિન્દુઓએ, સનાતન ધર્મમાં ફોલોવ કરવાવાળાએ ખાસ આ ધ્યાન રાખવું જોઈએ, અને RIP વાપરવું જોઈએ નહિ.. જાણો કારણ..

કોઈ મૃત્યુ થાય એટલે આપણે તરત જ સોશિયલ મીડિયામાં લખીએ છીએ કે RIP.. તો આ RIP એટલે શું છે.. તે તમને ખબર છે ?  ના તો અહી જાણો.. ઘણા બધા સમજદાર લોકો, જાણકાર લોકો, વિદ્વાનો લોકો પણ આ RIP ( Rest In Peace )  કહેતા અને લખતા હોય છે.

 

 

 

 

 

 

 

 

આપને જોઈએ છીએ કે જ્યારે કોઈ માણસનું મૃત્યુ થાય તો RIP કોમેન્ટમાં લખેલું જોવા મળે છે પણ તેનો અર્થ શું થાય છે તે કોઈને ખબર જ નથી…

એનો મતલબ કે ( RIP Rest In Peace )  ( શાંતિથી સુઈ જાવ ) પણ એ ક્યાં કહેવાનું હોય છે, તે તમને ખબર છે, જે લોકો ઇસ્લામ કે ખ્રીસ્ચન ધર્મ પાળતા હોય તેઓ આ શબ્દ વાપરે છે એ કહેવા માટે કે શાંતિથી કબરમાં સુઈ જાવ, આરામ કરો, એટલે કે કબરમાં આરામ કરો એ કબર માટે કહેવાય છે,

ક્યાં સુધુ સુઈ જાવ કે જ્યાં સુધી તમારો નિર્ણય ના કરવામાં આવે, ક્યાં સુધી જ્યાં સુધી નિર્ણય ના કરવામાં આવે ક્યાં શુધી એ કયામતના દિવસ સુધી ન કરવામાં આવે ત્યાં શુધી. આ બંને ધર્મના લોકો જયારે મૃત્યુ પામે ત્યારે તેમના દેહને કબરમાં મુકવામાં આવે છે,

તેથી તેમના માટે આ કહેવામાં આવે છે RIP ( Rest In Peace )  (શાંતિથી સુઈ જાવ) એટલે કે જ્યાં સુધી તમારો ફેસલો ન કરવામાં આવે એટલે કયામતના દિવસ સુધી તમે આરામ કરો, સુઈ જાવ..

હવે વાત હિંદુ ધર્મની સનાતન ધર્મની વાત આવે ત્યારે આપને આપણા દેહને તો અગ્નિસંસ્કાર કરીએ છીએ, જેમાંથી આત્મ નીકળી ગઈ હોય છે જેમાં મૂલાધાર ચક્ર દ્વારા ફરીથી શરીરમાં જીવ અંદર ના આવી જાય તે માટે આપણે અંગુઠાને પણ  બાંધી દેતા હોય છે. જે જાણકાર લોકોને ખબર હોય છે..

આપના શરીરને અગ્નિસંસ્કાર કરવામાં આવે છે, એટલે આરામ કે સુઈ જવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી એટલે હિંદુ ધર્મમાં ક્યારેય RIP ( Rest In Peace )  ના લખાય.. કેમકે આપણે તરત જ અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવે છે.

અને પછી બધા સમજી પણ જાય છે કે હવે એ શરીર નથી અને શરીરને પણ થાય કે હું હવે નથી. એટલે RIP ( Rest In Peace )  (શાંતિથી સુઈ જાવ) એ આપણા માટે નથી..

 

હવે આપણે એ પણ કહીએ છીએ કે પ્રભુ આત્માને શાંતિ આપે…તે પણ ખોટું છે…

પ્રભુ મૃતકની આત્માને શાંતિ આપે, પણ આત્માં તો અમર છે, આદિઅનાદી છે.. તે દુષ્ટ તો નથી.. તે પાપી પણ નથી.. તો કોને શાંતિ આપે, આત્માતો પહેલેથી શાંત જ છે, તેમાં કોઈ વિકાર જ નથી, તો શાંત કોને થવાનું છે, એટલે આપણે એમ કહેવું જોઈએ કે ભગવાન તેમના જીવને શાંતિ મળે એમ કહી શકાય..

પ્રાથના જીવની સદગત માટે કરવાની છે, જીવને શાંતિ આપે.. કેમકે એ આગળના જીવન માટે તે જ કામ આવે છે. તો આ વાત હિંદુ ધર્મની સનાતન ધર્મની વાત કરનારા કે માનનારાને આ ફોલોવ કરવું જોઈએ..

માણસનું શરીરમાં પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ મહાભૂત, અને પાંચ તન્માત્રા હોય છે જે માણસના શરીર સાથે અગ્નિ સંસ્કાર થાય એટલે નષ્ટ થઇ જતો હોય છે. એટલે આપણો જન્મ કયામતના દિવસે નથી થવાનો આપણો જન્મ તો ચોપડામાં નક્કી જ છે,

પણ અંતકરણ આત્મા સાથે ગતિ કરે છે, અંતકરણ એટલે જેમાં મન, બુદ્ધી, ચિત અને અહંકાર છે, એ જ આત્મ સાથે ગતિ કરે છે, જે આ અંતકરણ જ આગળના જન્મને નક્કી કરે છે અને ગીતા પણ એમ કહે છે કે તમારા મનમાં જે છેલ્લે અને આખી લાઈફ જીવ્યા મુજબ તમને જન્મ મળે છે..

એટલે આપણે  એમ કહેવું જોઈએ કે ભગવાન તેમના જીવને શાંતિ આપે કે એમના મનને શાંતિ આપે.. એટલે આપને આત્માને શાંતિ નથી આપવની કેમકે આત્મા તો પહેલેથી શાંત જ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments