ભાવનગરની દીકરીઓએ યોગ ક્ષેત્રે રાષ્ટ્રીય તેમજ આંતરાષ્ટ્રીય લેવલે ઘણા મેડલો મેળવ્યા છે, ત્યારે ભાવનગરની બાલ યોગીની ઋચા ત્રિવેદી એશિયન યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ – 2019, ઢાંકા (બાંગ્લાદેશ) ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
એશિયન યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ-2019, ઢાંકા, બાંગ્લાદેશ” ખાતે ભારત નું પ્રતિનિધિત્વ કરશે ભાવેણાની બાલ યોગીની ઋચા ઓમભાઈ ત્રિવેદી.
આગામી તા.26-27 જુલાઈ 2019ના રોજ ઢાંકા, બાંગ્લાદેશ ખાતે યોજાનાર એશિયન યોગાસન સપોર્ટસ ચેમ્પિયનશિપ-2019માં ભાગ લેશે,
તાજેતરમાં તા 23-6-19ના રોજ યુનિવર્સીટી કન્વેનશન હોલ, સુરત ખાતે યોજાયેલ સિલેક્શનમાં શ્રી ગિજુભાઈ કુમારમંદિર (દક્ષિણામૂર્તિ) ભાવનગરની ધો 4 ની વિદ્યાર્થીની અને યોગહોલ, યુનિવર્સિટી કેમ્પસની આશાસ્પદ ખેલાડી ઋચા ત્રિવેદી માત્ર 9 વર્ષની વયે કોચશ્રી રેવતુભા સરના માર્ગદર્શનના નીચે ફર્સ્ટ ઓફિશિયલ એશિયન યોગાસન સપોર્ટસ ચેમ્પિયનશીપ માટે પસંદગી પામી ભાવેણાનું ગૌરવ વધાર્યું છે.
ઋચા ઓમભાઈ ત્રિવેદી આગામી 26-27 જુલાઈ 2019ના રોજ અન્ય ખેલાડીઓ સાથે બાંગ્લાદેશ, ઢાંકા ખાતે આ ચેમ્પિયનશિપ માં ભાગ લઈ દેશ નું પ્રતિનિધિત્વ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઋચા ત્રિવેદીની મોટી બહેનો હાલ BAMS માં અભ્યાસ કરતી માધવી ત્રિવેદી સ્કેટિંગમાં અને IT નો અભ્યાસ કરતી પ્રિયંકા ત્રિવેદી યોગામાં રાજ્ય-રાષ્ટ્રીય સ્તરે રમી ચુક્યા છે, તથા ભાઈ ઋષિ ત્રિવેદી ક્રિકેટમાં આગળ વધી રહ્યો છે.
આંતર રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામ્યાના સમાચાર માળતાજ ઋચા ત્રિવેદીને તેમના કોચ, તેમની શાળાના આચાર્ય-શિક્ષકો, પરિવારજનો તથા ભાવનગરના શ્રેષ્ઠિઓ આશીર્વાદ સાથે અભિનંદન પાઠવી રહ્યા છે.
પિતા – ડો.ઓમ ત્રિવેદી