Thursday, September 28, 2023
Home Bhavnagar સરદાર પટેલની હત્યા કરવા આવેલ શખ્શો સામે ઢાલ બની ગયા આ વિર...

સરદાર પટેલની હત્યા કરવા આવેલ શખ્શો સામે ઢાલ બની ગયા આ વિર શહિદ્ બચુભાઇ પટેલ અને વિર શહિદ જાદવજી મોદિ..

વિર શહિદ્ બચુભાઇ પટેલ, વિર શહિદ જાદવજી મોદિ, ભાવનગર, ૧૪ મે ૧૯૩૯ – શહિદ્ દિવસ નિમિત્તે..

562 દેશી રજવાડાંઓનાં ત્યાગ અને બલિદાનથી જોડાણ કરીને અખંડ ભારતનું નિર્માણ કરનાર,
સરદાર પટેલની હત્યા કરવાના આશયથી તેના પર જીવલેણ હુમલો થાય એવું તમે ક્યારેય વિચારી શકો ?

આવું થયું હતું. આજથી બરાબર 81 વર્ષ પહેલાં તા.14-5-1939ના દિવસે. ભાવનગર લોકમંડળના 5માં અધિવેશનમાં ભાગ લેવા માટે આવેલા સરદાર પટેલ પર જીવલેણ હૂમલો કરવાનુ પૂર્વાયોજન થયું હતું.

ભાવેણાના આંગણે આવેલા સરદારના સ્વાગતમાં સરદાર પ્રત્યેના આદરને લીધે ભાવનગરની પ્રજાએ મોટું સરઘસ કાઢ્યું હતું. આ સરઘસ દાણાપીઠના ખૂણા પાસે પહોંચ્યું

ત્યારે સાવ અચાનક 30 જેટલા અસામાજિક તત્વો લાકડી, છરી, તલવાર વગેરે જેવા ઘાતક હથિયારો સાથે સરદાર સાહેબ પર તૂટી પડ્યા.

કોઈ કાંઈ વિચારે એ પહેલાં તો ઘણાને ઘાયલ કરીને કેટલાક વીજળી વેગે સરદાર સુધી પહોંચી ગયા.

સરદાર પર તલવાર વીંઝાઇ, પણ તે જ ક્ષણે બે યુવાનો, બચુભાઇ વિરજીભાઈ પટેલ અને જાદવજીભાઇ ગોરધનભાઇ મોદી, સરદારની ઢાલ બનીને આગળ આવી ગયા.

પોતાના પ્રાણનો વિચાર કર્યા વગર બંને યુવાનો પોતાના પ્રાણપ્યારા નેતાનો જીવ બચાવવા કુદી પડ્યા. બચુભાઇ તો સ્થળ પર જ અવસાન પામ્યા અને જળવજીભાઈએ બીજા દિવસે હોસ્પિટલમાં પ્રાણ છોડ્યા

જરા કલ્પના કરો તો કે તે દિવસે બચુભાઇ કે જાદવજીભાઈ ન હોત તો ?

સરદાર પટેલનો જીવ બચાવી અખંડ ભારતના નિર્માણમાં પરોક્ષ યોગદાન આપનાર બંને શહીદોને શત શત નમન.

RELATED ARTICLES

Most Popular

Recent Comments