પાલનપુર તાલુકાના ખોડલા ગામના જવાન સરદારભાઈ ભેમજીભાઈ બોકા(ચૌધરી) પશ્ચિમ બંગાળમાં શહીદ થયા છે.
તેમના વતનમાં માનની સાથે ગાર્ડ ઓફ ઓનરની સાથે તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.
દાંતીવાડા BSF અને ગાંધીનગર BSF દ્વારા ગાર્ડ ઓનર આપવામાં આવ્યું હતું. શહીદને વિદાય આપવા માટે આખુ ગામ રસ્તા પર આવ્યું હતું.
સરદાર ભાઈના પાર્થિવ દેહને એર ઈન્ડિયા દ્વારા દિલ્હીથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો. સવારે 7 વાગ્યે અમદાવાદથી તેમને બાય રોજ તેમના ગામ ખોડલા લઈ જવામાં આવ્યા હતા.
તિરંગામાં સરદારભાઈનો દેહ લાવતા ગામવાસીઓમાં ગમગીની છવાઈ ગઈ હતી.
શહીદ સરદારભાઈને અંતિમ વિદાય આપવા માટે સ્કૂલના બાળકો, ગામની મહિલાઓ, પુરુષો અને વડીલો સહિત આવ્યા હતાં.
તેમણે ભારત માતા કી જય અને શહીદ વીર જવાન સરદારભાઈ ચૌધરી અમર રહે એવા નારા લગાવ્યા હતા.
સાથે જ ગામવાસીઓએ તેમને ભાવભીની વિદાય આપી હતી. બાળકોએ સાથે મળીને શહીદ સરદારભાઈ ચૌધરીને સલામી આપી હતી.