દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. સામાન્ય લોકોની જેમ બોલીવૂડ સેલેબ્સ પણ પોત-પોતાના પરિવાર સાથે સમય વીતાવી રહ્યાં છે. છેલ્લા 10 દિવસથી સલમાન ખાન પણ પોતાના પરિવાર સાથે પોતાના પનવેલવાળા ફાર્મહાઉસમાં છે. આ ફાર્મહાઉસમાં થોડા સમય પહેલા જ તેની બહેન અર્પિતાએ દિકરા આહિલનો જન્મદિવસ પણ સેલિબ્રેટ કર્યો હતો. આ સેલિબ્રેશનમાં સંપૂર્ણ ખાન પરિવાર સામેલ થયો હતો. સલમાન ખાનનું આ ફાર્મહાઉસ ખુબ જ લક્ઝુરિયસ છે. પરંતુ પહેલીવાર અંદરના કેટલાક ફોટોઝ સામે આવ્યા છે.
સલમાન ખાનનું પનવેલ સ્થિત આ ફાર્મહાઉસ 150 એકરમાં ફેલાયેલું છે. અહીં પાર્ટીઓઐ અને અન્ય સોશિયલ ઇવેન્ટ્સ અવાર નવાર થતી રહે છે.
સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ બજરંગી ભાઇજાનના કેટલાક સીન્સ અહીં સૂટ કરવામાં આવ્યા હતા.
પનવેલ, નવી મુંબઇ સ્થિત સલમાન ખાનના આ ફાર્મ હાઉસનું નામ અર્પિતા ફાર્મ્સ છે. જે તેની નાની બહેનના નામ પર છે.
ઉલ્લેખનીય છે કે સલમાન ખાને પોતાનો 50મો બર્થ ડે આ ફાર્મહાઉસમાં સેલિબ્રેટ કર્યો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે અર્પિતા ફાર્મ્સ 150 એકરમાં ફેલાયેલું છે. એન્ટ્રેન્સ બોર્ડ પર લખ્યું છે કે ”A bird in bush is better than two on the Plate.”
સલમાન ખાનને બાઇકિંગ અને હોર્સ રાઇડિંગ ખુબ જ પસંદ છે.
ફાર્મ હાઉસમાં પાલતુ પ્રાણીઓની દેખભાળ માટે મોટી જગ્યા ફાળવવામાં આવી છે.
અવાર નવાર સલમાનના ફ્રેન્ડ્સ અને ગર્લફ્રેન્ડ વંતૂર, કેટરીના કેફ સહિત અન્ય મહેમાનો અહીં હોર્સ રાઇડિંગની મજા માણતી નજરે પડે છે.
આ ફાર્મહાઉસમાં સ્વિમિંગ એરિયા ખુબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યો છે. તેના પર સલમાન ખાનના NGO બેઇંગ હ્યુમન લખેલું છે.
સલમાન અહીં બાઇક રાઇડિંગની સાથે ઓલ ટેરેન વ્હીકલ ગાડી પણ ચલાવે છે.
બધાને ખબર છે કે સલમાન ફિટનેસને લઇને કેટલા ગંભીર છે. આથી જ તો ફાર્મ હાઉસમાં ફિટનેસને લગતી તમામ સુવિધા ઉપલબ્ધ છે.
સલમાન ખાનનું આ ફાર્મહાઉસ મુંબઇથી અંદાજે 2 કલાકના અંતરે આવેલું છે.
મિત્રોની સાથે સલમાન ખાન અવાર નવાર ફાર્મહાઉસમાં સમય વીતાવે છે.
જ્યારે પણ શૂટિંગમાંથી સમય મળે તો સલમાન ખાન ફાર્મહાઉસ પહોંચી જાય છે.
ભાઇ સલમાન ખાન સાથે ફાર્મહાઉસમાં સલમાન ખાન.