Monday, October 2, 2023
Home Ayurved જાણો ! સામાન્ય ઘા-જખમમા દાઝેલા પર ઘરેલું ઉપચાર શું કરી શકાય..

જાણો ! સામાન્ય ઘા-જખમમા દાઝેલા પર ઘરેલું ઉપચાર શું કરી શકાય..

લાગેલા ઘા, વાઢ કે કાપ ઉપર તાજો પોશાખ લગાડવાથી જલ્દી રુઝ આવે છે અને પાકતા નથી.

ઘા માંથી લોહી નીકળતું હોય તો સરકો લગાડવાથી લોહી નીકળતું નથી. ઘા કે જખમમાંથી લોહી નીકળતું હોય ત્યારે તેના પર મીઠાના પાણીમાં ભીંજવેલો પાટો બાંધવાથી જખમ પાકતો નથી અને રૂઝ આવે છે.

તલના તેલનું પોતું મુકી પાટો બાંધવાથી જખમ જલ્દી રૂઝાય છે. વાગેલા ઘા પર હળદર દબાવી દેવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.

હળદરને, તેલમાં કકળાવી તે તેલ ઘા જખમ પર ચોપડવાથી ન રૂઝાતા ઘા જલ્દી રૂઝાઈ જાય છે. ફુલાવેલી ફટકડીનો પાવડર ઘા પર નાંખી પાટો બાંધવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.

તુલસીના પાન પીસીને ઘા પર બાંધવાથી ઘા રૂઝાઈ જાય છે. લોહી નીકળતા ઘા પર પાનમાં ખાવાનો જાડો ચુનો ચોપડી તેના પર તેલનું પોતું મુકી પાટો બાંધવાથી ઘા રૂઝાઈ જાય છે.

હિંગ અને લીમડાના પાન વાટી તેનો લેપ કરવાથી ઘા-જખમમાં પડેલા કીડા મરી જાય છે અને ઘા રૂઝાઈ જાય છે. રાઈના લોટને ઘી-મધમાં મેળવી તેનો લેપ કરવાથી ઘા-જખમમાં પડેલા કીડા મરી જાય છે અને ઘા રૂઝાઈ જાય છે.

દાઝેલાં ઘા પર કકડાવેલું તેલ ચોપડવાથી ખુબ ફાયદો થાય છે. દાજેલા ઘા પર તરત જ કોપરેલ અથવા બટાટાને કાપી ઘસવાથી ફોડલો થશે નહિં.  દાઝેલા ઘા પર તાઝણીયાનો રસ ચોપડવાથી આરામ થાય છે.

દાઝેલા ઘા પર મહેંદીના પાનને વાટી પાણી સાથે પીસીને લગાડવાથી આરામ થાય છે. દાઝેલા ઘા પર ખુબ પાકા કેળાને બરાબર મસળી ચોંટાડી, પાટો બાંધવાથી તરત જ શાંતિ થાય છે ને આરામ થાય છે.

દાઝેલા ઘા પર તુલસીનો રસ અને કોપરેલ ઉકાળીને ચોપડવાથી દાઝેલાની બળતરા મટે છે.અને જખમ ઝડપથી રૂઝાઈ જાય છે.

ગરમ પાણી કે વરાળથી દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ છાંટવાથી ખુબ આરામ થાય છે. દાઝેલા ઘા પર ઇંડાની સફેદી લગાડવાથી ઘા રૂઝાઈ જાય છે અને ડાઘ રહેતો નથી.

જખમ, ઘા, ગુમડા, ચાંદા, શીતળા જેમાંબહુ બળતરા થતી હોય તેમાં ચોખાનો બારીક લોટ પાવડરની જેમ ચાંદા પર લગાડવાથી દહ બળતરા મટે છે. દાઝેલા ઘા પર છુંદેલો કાંદો તરત જ લગાડવાથી તરત જ આરામ થાય છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments