Friday, December 1, 2023
Home Health તમારું સેનેટાઇઝર અસલી છે કે નકલી જાણો

તમારું સેનેટાઇઝર અસલી છે કે નકલી જાણો

તમારું સેનેટાઇઝર અસલી છે કે નકલી, ઘરે આ રીતે સહેલી ટિપ્સથી કરો તેની ઓળખ

હાલમાં જ કેટલીક જગ્યાએ નકલી સેનિટાઈઝર બનાવતી કંપનીઓનો ખુલાસો થયો હતો. આ કંપનીઓ બ્રાન્ડેડ કંપનીઓની જેમ બનાવટી સેનિટાઇઝર બનાવતી હતી. લોકોને સમસ્યા થઇ રહી છે કે કઈ રીતે ઓળખવું કે સેનિટાઇઝર અસલી છે કે નકલી…

સરકારે નિર્દેશ આપ્યો છે કે 70 થી 80 ટકા આલ્કોહોલ સેનિટાઇઝરનો ઉપયોગ કોરોનાથી બચાવવા માટે કરવો જોઈએ. પરંતુ કેવી રીતે ઓળખી શકાય કે સેનેટાઇઝર અસલી છે કે નકલી.. આવો તમને જણાવીએ કેવી રીતે ઓળખ કરી શકાય..


તમારા ઘરમાં લોટ હશે. પ્રથમ ટેસ્ટ લોટથી કરી શકાય છે. તમારા સેનિટાઇઝરને એક બાઉલમાં એક ચમચી લોટ ઉમેરીને તેની ઉપર નાખો. તે પછી તેને ગૂંથવાનો પ્રયાસ કરો.

જો કણક ગઠ્ઠો થઈ જાય, તો સમજો કે સેનિટાઇઝર અસલી નથી. કારણ કે અસલી સેનિટાઇઝર કણકને ભેળવવા દેશે નહીં. સેનિટાઇઝર ઉમેર્યા પછી કણક વેરવિખેર રહેશે. જ્યાકે નકલી હશે તેમાં લોટ ગૂંથાઇ જશે.


આજકાલ, દરેકના ઘરે શૌચાલય અથવા ટીશ્યુ પેપર હોય છે.. હાથ, વાસણો અથવા સફાઈ માટે વપરાય છે. તમે ટિશ્યુ પેપર લઇ તેની વચ્ચે પેનથી એક ગોળો બનાવો, તે બાદ તેની પર એક ટીંપુ સેનેટાઇઝર ઉમેરી લો.

જો શાહીથી બનેલો ગોળો ફેલાય છે, તો તમારું સેનિટાઇઝર નકલી છે. જો ગોળા સમાન રહે છે અને સેનિટાઈઝર થોડીવારમાં સુકાઈ જાય છે, તો તેનો અર્થ તે અસલી છે.

એક સહેલો રસ્તો છે. બાઉલમાં થોડું સેનિટાઇઝર નાંખો . ત્યારબાદ તેના ઉપર હેર ડ્રાયર વડે હવા નાંખો. જો સેનિટાઈઝર 5-7 સેકંડમાં સુકાઈ જાય છે તો તે અસલી છે. બનાવટી સેનિટાઇઝર તે લાંબા સમય સુધી સૂકાશે નહીં, તે વધુ સમય લેશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments