અભિનેતા સંજય દત્ત ફેફસાંના કેન્સરથી પીડિત છે અને આવી માહિતી મળી રહી છે કે કેન્સર ત્રીજા સ્ટેજમાં પહોંચી ચુકયુ છે.
મંગળવારે રાત્રે સંજૂના નજીકના મિત્રએ આ અંગે ખુલાસો કર્યો હતો. સંજયને છેલ્લા બે દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી..
અને સતત બેચેનીના લક્ષણો સાથે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારબાદ તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો,જે નેગેટિવ આવ્યો હતો.
હવે એવી માહિતી પણ મળી છે કે તેઓ ઈલાજ માટે અમેરિકા રવાના થઈ ગયા છે. આ અગાઉ સંજયે ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી ફિલ્મોમાંથી બ્રેક લેવાની માહિતી આપી હતી