Sunday, May 28, 2023
Home Know Fresh સંતાન સુખની પ્રાપ્તિ માટે એવું ચમત્કારી મંદિર છે તમિલનાડુમાં વિલ્લુપુરમમાં સ્થિત ‘ઈંદુમ્બન...

સંતાન સુખની પ્રાપ્તિ માટે એવું ચમત્કારી મંદિર છે તમિલનાડુમાં વિલ્લુપુરમમાં સ્થિત ‘ઈંદુમ્બન મંદિર…

જો તમે ઘણા સમયથી સંતાન સુખની પ્રાપ્તિ માટે અનેક જગ્યાઓ પર ભટકી રહ્યા છો તો આ જાણકારી તમને ખુબ મદદમાં આવી શકે તેમ છે.ભારતમાં આવા પ્રકારના ચમત્કાર આસાનીથી મળી જાય છે જેમાં ડોક્ટર નહિ પણ ભગવાન ને લીધે ઘરમાં ખુશીઓ આવે છે.

એક એવું ચમત્કારી મંદિર છે તમિલનાડુના વિલ્લુપુરમમાં સ્થિત ‘ઈંદુમ્બન મંદિર’. અહીંના વિશે કહેવામાં આવે છે કે અહીં વાંજીયા (બાળકો ન થાતા હોય તેવી સ્ત્રીઓ) મહિલાઓને આ કલંકથી મુક્તિ મળે છે. મંદિરમાં આવનારા ના લોકો અહીં સંતાન ની પ્રાપ્તિ માટે આવે છે કે પછી પોતાના સંતાનના સ્વાથ્યને સારું બનાવવા માટે આવે છે.

મંદિરના પૂજારી કહે છે કે અહીં આવનારા દરેક વ્યક્તિની મુરાદ ભગવાન ચોક્કસ સાંભળે છે. મંદિરમાં આવનારા દરેક ભક્ત પોતાની સાથે ફળ લાવે છે, જે ભગવાનને અર્પણ કરીને પ્રસાદ બની જાય છે. પછી આ ફળ ખાવાથી ઘરના દુઃખ ખતમ થઇ જાય છે, ઘણીવાર આવા પ્રકારના ચમત્કાર પણ થાય છે કે 10 વર્ષના ભાગી ગયેલા લોકો પણ પાછા ઘરે આવી જાય છે.

લીંબુનો પ્રસાદ:

એક ખાસ વાત માટે સૌથી વધારે ફેમસ છે તે વાત છે અહીં મળનારા અનોખા લીંબુ, મંદિરના લીંબુ ચમત્કારી માનવામાં આવે છે. સૌથી મોટી ખાસ વાત એ છે કે મંદિરમાં આ લીંબુ માટે બોલી લગાવામાં આવે છે. ઘણીવાર એક લીંબુ 60,000 રૂપિયા સુધી ભક્તો દ્વારા ખરીદવમાં આવે છે.

આ લીંબુ ચમત્કારી કહેવામાં આવે છે. મોટાભાગે આ લીંબુ ને તે લોકો ખરીદે છે જેઓને સંતાન સુખ મળી રહ્યું ન હોય. આ લીંબુ ની ખાસિયત એ છે કે તે ઘણા દિવસો સુધી લીલું જ રહે છે અને સુકાતું નથી એ બગડતું પણ નથી.

મંદિર પર દરેક વર્ષે લાગે છે મેળો: આ મંદિર ને સ્થાનીય લોકો ‘બાલાથનદાયુથપન્ની  મંદીર’ના સ્વરૂપે જાણતા હતા. જો કે આ નામના ઘણા મંદિરો તમિલનાડુ માં છે માટે તેને એક અલગ ઓળખાણ આપવાના સ્વરૂપે મંદિર નું નામ ‘ઈંદુમ્બન મંદિર’ રાખવામાં આવ્યું છે. અહીં એક મેળો પણ યોજવામાં આવે છે. જેમાં 9 દિવસો સુધી પૂજા દ્વારા પહેલા લીંબુ ને ચમત્કારી બનાવવામાં આવે છે અને મેળા ના 11 દિવસ તેની બોલી લગાવામાં આવે છે.એ પણ કહેવામાં આવે છે કે જે પણ વ્યક્તિ એ આ પ્રસાદ ખરીદ્યો છે તેઓ ક્યારેય પણ નિરાશ નથી થાતા, અને તેઓના ઘરોમાં માત્ર ખુશીઓ જ ખુશીઓ આવે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments