Monday, October 2, 2023
Home Ayurved બનાવો સરગવાનું ચૂર્ણ અને બચાવો તમારી કીડની, લીવર, હ્રદય, અને કરો કંટ્રોલ,...

બનાવો સરગવાનું ચૂર્ણ અને બચાવો તમારી કીડની, લીવર, હ્રદય, અને કરો કંટ્રોલ, બીપી, કોલેસ્ટ્રોલ, અને ડાયાબીટીસ.

સરગવાના મુખ્ય બે પ્રકાર છે, સફેદ ફુલવાળો અને લાલ ફુલવાળો. સફેદ ફુલવાળો બધે જ મળે છે. લીલો સરગવો ન મળે તો સુકવણી પણ વાપરી શકાય છે.

તમામ પ્રકારના સોજામાં સરગવો કામ આવે છે.

સરગવો મધુર, તીખો, કડવો, તુરો, ઉષ્ણ, તીક્ષ્ણ, રુચીકર, ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, મળને સરકાવનાર, પચવામાં હલકો, હૃદય માટે હીતકર, ચાંદાં, કૃમી, આમ, ગુમડાં, બરોળ, સોજા, ખંજવાળ, મેદરોગ, ગલકંડ, અપચી, ઉપદંશ તથા નેત્રરોગમાં હીતકારી છે.

સરગવામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયરન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી કોમ્પલેક્સ પુષ્કળ માત્રામાં જોવા મળે છે. એક અભ્યાસ મુજબ તેમા દૂધની તુલનામાં 4 ગણુ કેલ્શિયમ અને બે ગણુ પ્રોટીન જોવા મળે છે.

પ્રાકૃતિક ગુણોથી ભરપૂર સરગવો એટલા ઔષધીય ગુણોથી ભરપૂર છે કે તેના સિંગોનુ અથાણુ અને ચટણી અનેક બીમારીઓમાંથી મુક્તિ આપવવામાં મદદરૂપ છે. આ ફક્ત ખાનારાઓ માટે જ નહી પણ જે જમીન પર તેને લગાડવામાં આવે છે એ માટે પણ લાભકારી છે.

  1. સરગવો પાચન સાથે સંકળાયેલ સમસ્યાઓ દૂર કરે છે. જાડા, ઉલટી, કમળો અને કોલાઈટિસ થતા તેના પાનનો તાજો રસ એક ચમચી મધ ને નારિયળ પાણી સાથે લો.

આ એક ઉત્તમ હર્બલ દવા છે.

  1. સરગવાના પાનનો પાવડર કેંસર અને દિલના રોગીઓ માટે સારી દવા છે. આ બ્લડપ્રેશર કંટ્રોલ કરે છે. તેનો પ્રયોગ પેટમાં અલ્સરની સારવાર માટે કરવામાં આવે છે.

આ પેટની દિવાલના પડની રિપેરિંગનુ કામ કરવામાં સક્ષમ છે. આ શરીરમાં ઉર્જાનુ સ્તર વધારે છે.

સરગવાના મુળની છાલ ગરમ, કડવી, દીપનપાચન, ઉત્તેજક, વાયુ સવળો કરનાર, કફહર, કૃમીઘ્ન, શીરોવીરેચક, સ્વેદજનન, શોથહર અને ગુમડાં મટાડનાર છે.

  1. સરગવાના મુળની છાલનો ઉકાળો સીંધવ અને હીંગ સાથે લેવાથી ગુમડું, સોજો અને પથરી મટે છે. ગુમડા ઉપર છાલનો લેપ કરવાથી વેરાઈ જાય છે કે ફુટી જઈ મટે છે.

 

  1. સરગવાનાં કોમળ પાનનું શાક બનાવીને ખાવાથી પેટ હલકું રહે છે, અને પેટ સાફ આવે છે.
  2. કફ પુશ્કળ પડતો હોય તો દમ-શ્વાસના દર્દીએ દરરોજ સવાર-સાંજ સરગવાની છાલનો ઉકાળો પીવો.

  1. હૃદયની તકલીફને લીધે યકૃત મોટું થયું હોય તો સરગવાનો ઉકાળો અથવા સરગવાની શીંગોનું સુપ બનાવી પીવાથી યકૃત અને હૃદય બંનેને ફાયદો થાય છે.
  2. કીડનીની પથરીમાં સરગવાના મુળનો તાજો ઉકાળો સારું કામ આપે છે.

  1. ૧થી ૨ કીલો સરગવાની શીંગોના નાના નાના ટુકડા કરી રાખવા. થોડા ટુકડા દોઢ ગ્લાસ પાણીમાં ધીમા તાપે અડધું પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી ઠંડુ થયા પછી થોડું ધાણા-જીરુ અને હળદર તથા જરુર જણાય તો સહેજ સીંધવ નાખી સવારમાં નરણા કોઠે નીયમીત સેવન કરવાથી દર મહીને બે કીલો વજન ઘટી શકે છે. ઓછી ચરબીવાળો આહાર લેવો અને પેટ સાફ આવે એટલું એરંડભ્રષ્ટ હરીતકીનું ચુર્ણ લેવું.
  2. સરગવાની શીંગના ઉકાળાથી સંધીવા પણ મટે છે. સંધીવાના દર્દીએ સાથે અમૃતગુગળ વાપરવો.
RELATED ARTICLES

Most Popular

Recent Comments