ગરમા ગરમ રેતી અથવા રેતીનો શેક કરવાથી શરદી મટે છે, ગરમા ગરમ ચણા સુંઘવાથી શરદી મટે છે, સુંઠ, કાળા મરી અને તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
નાગરવેલના બે ચાર પાન ચાવીને શરદી મટે છે. રાત્રે સુતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે.
રાઈને વાટીને સાકરની ચાસણીમાં મેળવીને ખાવાથી શરદી મટે છે. અજમાને વાટી તેની પોટલી સુંઘવાથી શરદીમાં રાહત થાય છે.
ગરમ દૂધમાં મરીની ભુકી અને સાકર નાંખીને પીવાથી શરદી મટે છે. પાણીમાં સુંઠ નાંખી ઉકાળીને ગાળી પાણી પીવાથી શરદી મટે છે.
કાળા મરી અને શેકેલી હળદરનું ચુર્ણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી મટે છે. ફુદીનાનો તાજો રસ પીવાથી શરદી મટે છે.
ફુદીનાના રસના ટીપા નાકમાં નાંખવાથી સળેખમ મટે છે. લવીંગના તેલના ટીપાઓ રૂમાલમાં નાંખી સુંઘવાથી શરદી મટે છે.
સુંઠ પીપરામુળની ગોળીઓ ત્રણ-ચાર તોલા જેવડી બનાવી લેવાથી શરીરની શક્તિ અને ર્સ્ફુિત જળવાઈ રહે છે.
સુંઠ અને તલ અને ખડીસાકરનો ઉકાળો કરીને પીવાથી શરદી સળેખમ મટે છે. સાકરનો બારીક પાવડર છીંકણીની જેમ સુંઘવાથી શરદી મટે છે.
તુલસીના પાનવાળી ચા પીવાથી સળેખમ મટે છે, તુલસી, સુંઠ કાળા મરી અને ગોળનો ઉકાળો કરીને દિવસમાં ત્રણવાર પીવાથી ગમે તેવી શરદી મટે છે.