આ સ્કીમ દ્વારા સરકારની સાથે જોડાઈને કરી શકો છો બિઝનેસ
જો તમે સરકારની સાથે બિઝનેસ (Business) કરવા ઇચ્છો છો તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્ર સરકારે તમામ સરકારી વિભાગોને ગવર્મેન્ટ ઈ માર્કેટપ્લેસ (GeM) સાથે જોડ્યા છે. હવે સરકારી વિભાગ પોતાના ઉપયોગ માટે વસ્તુઓ અને સેવાઓને ઈ-પોર્ટલ GeM દ્વારા ખરીદશે. એટલે કે તમામ પ્રકારની ખરીદી ઑનલાઇન (Online) થશે. તમે પણ આ પોર્ટલ (Portal) સાથે જોડાઇને સરકાર સાથે બિઝનેસ કરી શકો છો.
મોદી સરકારે ઈ-પોર્ટલ દ્વારા GeM (Government emarket) એટલે કે ઑનલાઇન બજાર તૈયાર કર્યું છે. તમે તમારા ઘરમાં રહીને GeMથી જોડાઇ સરકાર સાથે બિઝનેસ કરી શકો છો.
આ માટે તમારે GeM પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન બાદ તમે સરકારી વિભાગોની ડિમાન્ડ પ્રમાણે સપ્લાય કરી શકો છો. આવું કરવા માટે તમારે મેન્યુફેક્ચર્સ માટે સંપર્ક કરવાનો રહેશે અને ડિમાન્ડ આવવા પર ત્યાંથી માલ આગળ સપ્લાય કરી શકો છો. સરકારી વિભાગ પોતાના માટે 50 હજાર રૂપિયાનો સામાન ઈ-પોર્ટલ દ્વારા ખરીદી શકે છે.
GeM પર કોણ કરી શકે છો વેચાણ?
કોઈ પણ વિક્રેતા જે ઉત્પાદન કરે છે અને ઉપયુક્ત તેમજ પ્રમાણિત ઉત્પાદન વેચે છે, તો GeM પર તેનું સ્વાગત છે. ઉદાહરણ તરીકે તમે કૉમ્પ્યુટર વેચો છો તો તમે GeM પર જઈને રજિસ્ટ્રેશન કરાવો. ત્યારબાદ તમે સરકારનું કોઈ ડિપાર્ટમેન્ટ કૉમ્પ્યુટર ખરીદવા માટે ટેન્ડર નીકાળો છો તો તમને આની જાણકારી આપવામાં આવશે અને તમે આ ટેન્ડર માટે બોલી લગાવી શકો છો.
રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશો?
GeM પર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ છે. આવેદન કરનારે ફૉર્મ અને પોતાનું વિવરણ ભરવાનું છે અને GeM પર આઈડી તેમજ પાસવર્ડ જનરેટ કરવાનો છે. એકવાર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ સરકારની કોઈ પણ ખરીદીના ટેન્ડરની જાણકારીને એસએમએસ અને ઈ-મેઈલ દ્વારા આપવામાં આવે છે. તમે આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ સરકારી કંપનીઓમાં પોતાની સર્વિસ પણ આપી શકો છો.
કયા ડોક્યુમેન્ટ્સ જોઇએ?
GeM પર રજિસ્ટ્રેશન માટે અરજદારનું પાન કાર્ડ, ઉદ્યોગ આધાર અથવા એમસીએ 21 રજીસ્ટ્રેશન, વૈટ/ટિન નંબર, બેંક ખાતુ અને કેવાઈસી દસ્તાવેજ જેવા ઓળખ પત્ર, રહેઠાણ પુરાવો અને કેન્સલ ચેક આપવાનો રહેશે.
અત્યાર સુધી લાખો વિક્રેતાઓ જોડાયા
GeMથી અત્યાર સુધી 8,61,625 વિક્રેતા અને સર્વિસ પ્રોવાઇડર જોડાઈ ચુક્યા છે, જેમાંથી 3,47,401 સૂક્ષ્મ અને નાના ઉદ્યોગ છે. આંકડાઓ પ્રમાણે 2020માં પ્રતિ માસ 486 નવા ઉત્પાદન શ્રેણીઓને GeMમાં જોડવામાં આવ્યા છે. વધારે માહિતી માટે GeMની વેબસાઇટ www.gem.gov.in પર ક્લિક કરી શકો છો.