આસામના કામરૂપ નામના જિલ્લામાં ગામના લોકોએ ભેગા મળીને પૈસા એકઠા કરીને પુલ બનાવ્યો છે. તેમણે સરકારી મદદ લીધા વિના ગામના લોકો પાસેથી પૈસા એકઠા કરીને ભેગા મળીને આ પુલનું નિર્માણ કર્યું છે.
આ પુલ બનાવવા પાછળ 1 કરોડ રૂપિયાનો જે ખર્ચો થયો તે રૂપિયા ગામના 7 હજાર લોકોએ ભેગા મળીને ફંડ તરીકે આપ્યા. લાકડાનો આ પુલ સરકારની મદદ વિના તૈયાર કરવામાં આવ્યો છે.
આસામના કામરુપ જિલ્લાની જલજલી નદી પરનો આ પુલ તૈયાર કરવા માટે કુલ 10 ગામના લોકોએ આર્થિક મદદ કરી. 335 મીટરનો આ પુલ તૈયાર કરવા માટે કુલ 7000 લોકોએ ભેગા મળીને પૈસા આપ્યા.
પ્રાપ્ત જાણકારી મુજબ વર્ષ 2018માં આ પુલનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું.
વાત જાણે એમ છે કે વરસાદમાં આ નદીનું જળસ્તર ખૂબ વધી જાય છે અને તેવામાં આ પુલના સહારે લોકો એક ગામમાંથી બીજા ગામમાં અવરજવર કરી શકે છે. બાળકો સ્કૂલે પણ આ પુલ ઉપર થઈને જાય છે.
આ પુલનું નિર્માણ થવાના કારણે હવે ગામના લોકોની મુશ્કેલીઓ ઘટી ગઈ છે.
આ કોઈ પહેલી ઘટના નથી કારણકે અગાઉ પણ આસામના દિહામલાઈ વિસ્તારના ગામના લોકોએ ભેગા મળીને એક પુલનું નિર્માણ કર્યું હતું. આ પુલ આસપાસના 4 ગામડાઓને જોડે છે. આ ગામના લોકોએ પણ સરકારી મદદ વિના પુલનું નિર્માણ કર્યું હતું.