સરકાર ફળ અને શાકભાજીનાં પ્રોસેસિંગ યુનિટ માટે 10 લાખ રૂપિયાની સબસિડીની જાહેરાત કરી શકે છે. ખેડુતોને ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી મંત્રાલય તરફથી 2 હજાર કરોડ રૂપિયાની પ્રસ્તાવિત યોજના હેઠળ આ સહાયતા મળી શકે છે.
અધિકારીઓએ જણાવ્યું કે, આ પ્રસ્તાવને મંજૂરી માટે વિત્ત મંત્રાલય પાસે મોકલી દેવામાં આવ્યું છે.
તેના પર કેબિનેટની અનુમતિની પણ જરૂર રહેશે. ફૂડ પ્રોસેસિંગ મિનિસ્ટ્રીનાં એક અધિકારીએ ઓળખ જાહેર ન કરવાની શરતે કહ્યું કે, અમને ઉમ્મીદ છે કે સંસદમાં ચાલી રહેલાં હાલનાં સત્રમાં આ પ્રસ્તાવને મંજૂરી મળી જશે.
આ પગલાંથી ગામડાંઓમાં નાના ઉદ્યોગોને આધુનિક બનાવવા અને ફૂડ પ્રોસેસિંગમાં તેઓની પ્રતિસ્પર્ધાત્મક ક્ષમતા વધારવા માટે મદદ મળશે.અધિકારીએ જણાવ્યું કે, જો કોઈ કંપનીનો માલિક લોન લે છે તો, વ્યાજ સબસિડી ઉપરાંત કોઈ યુનિટની યોજના હેઠળ મળતી રાશિની અધિકત્તમ સીમા 10 લાખ રૂપિયા હશે.
તેઓએ કહ્યું કે, મહિલાઓ અને ઉદ્યમિયો દ્વારા ચલાવવામાં આવી રહેલાં પ્રોજેક્ટ્સને ખાસ પ્રોત્સાહન આપવામાં આવશે. ફર્સ્ટ ટાઈમ એન્ટ્રપ્રિન્યોરને સરળતાથી લોન મળી શકે, એ સુનિશ્ચિત કરવા માટે અમે તેને બેંકો સાથે પણ જોડી દઈશું.
અનાજ અને મસાલા જેવાં કાચાં સામાનની નિકાસ મારફતે અમે વેલ્યુ ચેઈનમાં પ્રોસેસિંગનું લેવલ વધારવા માગીએ છીએ.
તેનાથી અમને વધારે વિદેશી ભંડોળ પણ મળશે અને ખેડૂતોને સારું એવું રિટર્ન પણ મળશે. અધિકારીએ કહ્યું કે, આ સ્કીમથી ખેડૂતો, કુટિર ઉદ્યોગો, ખેડૂત સંગઠનો સહિત અન્ય લોકોને વિકાસ કરવાનો મોકો મળશે. સાથે જ વૈશ્વિક ફૂડ પ્રોસેસિંગ બજારમાં પ્રતિસ્પર્ધા કરવા માટે મદદ મળશે. યોજનાનો ઉદ્દેશ ખેડૂતોની આવક બમણી કરવાનો છે.