બાળકને જન્મ થતાંની સાથે જ મળી જશે આધાર કાર્ડ

Share

આધાર કાર્ડ બનાવનારી ઓથોરિટી UIDAI ટૂંક સમયમાં જ હોસ્પિટલમાં નવજાત શિશુઓના આધાર કાર્ડ આપવાની તૈયારીઓ કરી રહી છે.

એ માટે હોસ્પિટલમાં ટૂંક સમયમાં જ એનરોલમેન્ટ શરૂ કરી દેવાશે. જો બધું જ યોજના મુજબ ચાલ્યું તો બાળકને બર્થ સર્ટિફિકેટ આવતાં પહેલાં જ તેમની પાસે આધાર કાર્ડ હશે. બર્થ સર્ટિફિકેટ મળવા લગભગ એક મહિનાનો સમય લાગી શકે છે.

ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં UIDAIના CEO સૌરભ ગર્ગે કહ્યું હતું કે અમે નવજાત શિશુઓને આધાર નંબર આપવા માટે બર્થ રજિસ્ટ્રારની સાથે ટાઈઅપ કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ. 99.7% વયસ્ક વસતિને આધાર અંતર્ગત લાવવામાં આવ્યા છે.

એ અંતર્ગત અત્યારસુધીમાં દેશની 131 કરોડ વસતિને એનરોલ કરવામાં આવી છે. હવે અમારો પ્રયાસ નવજાત શિશુઓનું રજિસ્ટ્રેશન કરાવવાનો છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે દર વર્ષે બેથી અઢી કરોડ બાળકો જન્મે છે. અમે તેમને આધારમાં એનરોલ કરવાની પ્રક્રિયામાં છીએ. બાળકના જન્મ સમયે જ તેમનો ફોટો ક્લિક કરીને આધાર કાર્ડ આપવામાં આવશે.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *